BUSINESS

આરબીઆઈ દ્વારા રેપો રેટ ૫.૫% પર યથાવત્…!!

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) મોનિટરી પોલિસીની તાજેતરની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને ૫.૫% પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે તહેવારોની સિઝન હોવા છતાં ઈએમઆઈમાં કોઈ રાહત મળવાની નથી. અગાઉ બજારમાં એવી અપેક્ષા હતી કે ફેસ્ટિવલ સિઝનમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.

જોકે, આરબીઆઈએ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યો આ નિર્ણય પર સહમત રહ્યા હતા. રેપો રેટ સાથે જ એસડીએફ રેટ ૫.૨૫% અને એમએસએફ રેટ ૫.૭૫% પર યથાવત્ રાખવામાં આવ્યા છે. આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્ર માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને ૬.૮% કરી દીધું છે.

Back to top button
error: Content is protected !!