સિલ્વર ETFએ આપ્યું ૧૧ મહિનમાં ૧૦૦%થી વધુનું રિટર્ન…!!

માત્ર ભૌતિક ચાંદી જ નહીં, પણ સિલ્વર ETFએ પણ આ વર્ષે રોકાણકારોને જંગી વળતર આપ્યું છે. ૨૦૨५ દરમિયાન સિલ્વર ETFએ અત્યાર સુધીમાં ૧૦૦%થી પણ વધુ રિટર્ન આપીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હાલ દેશમાં કુલ ૨૧ સિલ્વર આધારિત ETF અને FoF ઉપલબ્ધ છે, જેણે મળીને સરેરાશ ૯૮.૫૧% વળતર આપ્યું છે. આ પૈકી ૧૦ ફંડે આ વર્ષે ૧૦૦%થી વધુનો રિટર્ન પૂરો પાડ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં યુટીઆઈ સિલ્વર ETF ટોચે રહ્યો છે, જેના વળતરની સપાટી ૧૦૦.૮૯% સુધી પહોંચી છે. તેના બાદ ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETFનું નામ આવે છે, જેણે ૧૦૦.૭૨% વળતર આપ્યું છે.
તે જ રીતે HDFC સિલ્વર ETFએ ૧૦૦.૨૯%, જ્યારે SBI સિલ્વર ETFએ **૧૦૦.૦૪%**નો રિટર્ન આપ્યો છે. નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF પણ ૯૯.૯૮%ના વળતર સાથે ટોચના ફંડમાં છે. બીજી તરફ, એક્સિસ સિલ્વર ETF અને ટાટા સિલ્વર ETF FoFએ અનુક્રમે ૯૪.૩૮% અને ૯૨.૫૨% વળતર આપીને મજબૂત પ્રદર્શન કર્યું છે. વિશ્વભરમાં કેન્દ્રીય બેંકોની ખરીદીમાં વધારો અને ઔદ્યોગિક માંગમાં તેજીને કારણે ચાંદીના ભાવમાં નોંધપાત્ર મજબૂતાઈ જોવા મળી છે, જે ETFના વળતરને પણ સપોર્ટ કરે છે.


