AHAVADANGGUJARAT

Dang: સાપુતારા ઘાટમાર્ગ પર થતા અકસ્માતો ટાળવા સાપુતારા પોલીસની ટીમ દ્વારા ખાડાઓનું પુરાણ કરી શ્રમદાન કર્યુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં ઇન્ચાર્જ પોલીસ વડા એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાની ટીમે સાપુતારાથી માલેગામને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં વારંવાર અકસ્માતો થતા હોવાના કારણે આજે શ્રમદાન કરીને રસ્તાની સાઈડમાં પડેલ ખાડાઓ પુરી પ્રજાનાં હિતમાં કાર્ય કર્યું હતુ.અને અકસ્માતને ટાળી શકાય તે માટે એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.સાપુતારાથી માલેગામને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે.જેન કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે.તેમજ હાલમાં વરસાદને પગલે માર્ગની સાઈડમાં ખાડાઓની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે.ત્યારે આ અકસ્માતોને ટાળી શકાય તે હેતુથી સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા,હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ સરવૈયા,શૈલેષભાઈ ઠાકરે સહિત પોલીસની ટીમ દ્વારા માર્ગની સાઈડમાં આવેલ ખાડાઓ પૂરવામાં આવ્યા હતા.અહી વેસ્ટજ મટીરીયલને ટ્રેકટરમાં ભરી લાવી જે.સી.બી દ્વારા ખાડાઓમાં નાખી લેવલ કરવામાં આવ્યા હતા.આ શ્રમદાન દરમિયાન  સાપુતારા પોલીસ મથકના પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા સહિત, પોલીસ કર્મીઓ,જી.આર.ડી અને હોમગાર્ડની ટીમ સક્રિય રહી હતી. સાપુતારા પોલીસ ટીમે રસ્તાના બંને બાજુના ખાડાઓ ભરીને સમારકામ કરી રસ્તો સુગમ બનાવ્યો હતો.સાપુતારા પોલીસની આ પહેલથી માલેગામ રોડ પર વાહનચાલકોને સુરક્ષા મળશે અને અકસ્માતો ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.વધુમાં સ્થાનિક લોકોએ પણ પોલીસના આ પ્રયાસોને આવકાર આપ્યો છે અને તેમના કાર્યની પ્રશંસા કરી છે.તેમજ આ નવતર પહેલ દર્શાવે છે કે,સાપુતારા પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી,પણ પ્રજાહિત અને પ્રવાસીઓના સુરક્ષા માટે પણ સક્રીય જોવા મળી હતી.સાપુતારા પોલીસ મથકની આ નવતર પહેલને પ્રવાસીઓ તથા લોકોએ બિરદાવી હતી..

Back to top button
error: Content is protected !!