MORBI:સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પને ખુલ્લો મુકતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા
MORBI:સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પને ખુલ્લો મુકતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
સૌરાષ્ટ્રના લડાયક અને કદાવર નેતા, ગરીબોના બેલી અને તમામ સમાજને સાથે લઈને ચાલનારા જેમને જીવન આમ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોની સેવા કાજે સમર્પિત કર્યું હતું. જીવનનાં છેલ્લા શ્વાસ સુધી જેમણે લોક સેવાના કાર્યો કર્યા હતા તેવા મહાન વિરલ વ્યક્તિત્વ ધરાવતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તારીખ ૨૯-૭-૨૦૨૪ નાં સોમવારે મોરબી જિલ્લામાં માળિયા મિયાણા તાલુકાનાં મોટી બરાર ગામે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તક રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્યતિથિ નિમિત્તે માળિયા તાલુકાના મોટી બરાર ગામે તેમજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહીને સહકારી પરિવાર દ્વારા યોજાયેલા આ માનવતા કાર્યને બિરદાવ્યું હતું. તેમ જ રક્તદાતાઓ દ્વારા કરાયેલા રક્તદાન અન્વયે સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગનભાઈ વડાવીયા, તાલુકા સંઘના પ્રમુખ બળવંતભાઈ, માળિયા તાલુકાના મોટી બજાર ગામે મોડેલ શાળામાં યોજાયેલ રક્તદાન કેમ્પ જે બ્રીજેશભાઈએ ખુલ્લો મુક્યો હતો તેમાં માળિયા તાલુકાના આગેવાનો બેંકના ડિરેક્ટર વીડજાભાઇ , તાલુકા સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા બાબુભાઈ, તાલુકા પંચાયત સદસ્ય ચંદુભાઈ લાવડીયા, દિનેશભાઈ તથા બાબુભાઈ ડાંગર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ રક્તદાન પ્રવૃત્તિને દીપાવી હતી. પંચવટી ગામના યુવાન નિલેશભાઈ દ્વારા ૭૦ થી વધુ વખત કરવામાં આવેલ રક્તદાન બદલ તેમનું બ્રિજેશભાઈ મેરજા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.






