BUSINESS

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડે ખરીદીનો માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૧૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૩૯૧ સામે ૮૪૪૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૧૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૮૧૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૬૩ સામે ૨૫૯૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૮૦૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૦૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચર ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ થોડી જ ક્ષણોમાં ઘટીને રેડ ઝોનમાં આવી ગયા હતા. પરંતુ અમેરિકામાં થતી કોઈપણ નાણાકીય હલચલની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળતી હોય છે ત્યારે બુધવારે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં આ વર્ષે સતત ત્રીજીવાર કાપ મુકવામાં આવતા બંને મુખ્ય ઇન્ડેક્સ ફરીથી તેજી સાથે ગ્રીન ઝોનમાં કારોબાર કરી અંતે ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં આ ઘટાડો ભારત જેવા ઊભરતા બજારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. વ્યાજ દરમાં ઘટાડો થવાથી અમેરિકામાં ડૉલરનું વળતર ઘટતા રોકાણકારો ડૉલરમાંથી નાણાં કાઢીને ઊભરતા દેશોના બજારોમાં રોકાણ કરે છે. આ સકારાત્મક સંકેત બાદ ભારતીય બજારમાં જોવા મળતી મંદી પર બ્રેક લાગી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભારત અને અમેરિકાની બે દિવસીય બેઠકના પરિણામ પૂર્વે વૈશ્વિક સ્તરે બોન્ડ યીલ્ડ વધી ૧૬ વર્ષની ટોચે પહોંચતા ગુરુવારે એફઆઈઆઈના સતત આઉટફ્લો વચ્ચે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી વધઘટ જોવાઈ હતી.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૨ અને વધનારની સંખ્યા ૨૪૪૮ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈટર્નલ લિ. ૨.૭૪%, ટાટા સ્ટીલ ૨.૫૬%, કોટક બેન્ક ૨.૪૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૨૭%, મારુતિ સુઝુકી ૧.૨૩%, સન ફાર્મા ૧.૨૨%, ટેક મહિન્દ્ર ૧.૧૩%, એચડીએફસી બેન્ક ૦.૯૯%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૦.૯૮%, ઈન્ફોસિસ લિ. ૦.૭૪% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૬૮% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ ૦.૯૧%, ભારતી એરટેલ ૦.૬૫%, એક્સીસ બેન્ક ૦.૫૦%, બજાજ ફાઈનાન્સ ૦.૪૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૧% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૨૪% ઘટયા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૦ લાખ કરોડ વધીને ૪૬૬.૫૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, મેક્સિકો દ્વારા ભારત સહીત એશિયન દેશો પર ૨૦૨૬થી ૫૦% સુધીના ટેરિફ લગાવવાના નિર્ણયથી વૈશ્વિક વેપાર તણાવ ફરી ઊભો થાય એવી શક્યતા છે. આ પગલું અમેરિકાની નીતિઓ સાથે સુસંગત દેખાય છે અને ચીન-એશિયા કેન્દ્રિત સપ્લાય ચેઇન પર દબાણ વધારી શકે છે. ભારત માટે સીધી નિકાસ અસર મર્યાદિત રહેવા છતાં, સ્ટીલ, ઓટો પાર્ટ્સ, કાપડ જેવા ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા અંગે અનિશ્ચિતતા વધશે. વૈશ્વિક સ્તરે વેપાર યુદ્ધ ચરમસીમાએ પહોંચે તો કાચા માલના ભાવો, ટ્રાન્સપોર્ટ ખર્ચ અને કરન્સી અસ્થિરતા આ બધું મળીને સેન્ટિમેન્ટને ઘટાડે છે. આ પરિસ્થિતિ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સાવધાન બનાવે છે, જેના કારણે ટૂંકા ગાળામાં ભારતીય બજારમાં અસ્થિરતા રહેવાની સંભાવના છે.

જો કે, મધ્યમ-દીર્ઘકાળે ભારત માટે કેટલીક સકારાત્મક શક્યતાઓ પણ ઊભી થાય છે. વૈશ્વિક સપ્લાય ચેઇન ‘ચીનથી વિવિધીકરણ’ થતી રહેવાની દિશામાં, યુએસ-મેક્સિકો-કેનેડા બ્લોકની અંદર પણ ભારત માટે વિકલ્પ સપ્લાયર તરીકે જગ્યા ઊભી થઈ શકે છે. મેક ઈન ઇન્ડિયા, પ્રોત્સાહક યોજના અને મેન્યુફેક્ચરિંગ પર સરકારના ફોકસથી સ્થાનિક ઉદ્યોગો વૈશ્વિક અસ્થિરતામાં રણનીતિક રીતે મજબૂત સ્થિતિમાં આવી શકે છે. તેથી નિષ્કર્ષે, ટૂંકા ગાળે વેપાર તણાવ અને કરન્સી મૂવમેન્ટ બજારને હચમચાવી શકે, પરંતુ લાંબા ગાળે ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, મૂડી ખર્ચ, બેન્કિંગ અને વૈશ્વિક સપ્લાય-ચેઇનની બદલાતી દિશા ભારતીય શેરબજાર માટે સર્વાંગી સકારાત્મક દિશાનો સંકેત આપે છે.

તા.૧૨.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૧૧.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૦૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૮૮ પોઈન્ટ થી ૨૬૧૩૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૦૭ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૨ થી રૂ.૧૪૨૯ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૩૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • એક્સીસ બેન્ક ( ૧૨૭૯ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૫૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૯૨ થી રૂ.૧૨૯૯ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ઓરબિંદો ફાર્મા ( ૧૧૭૮ ) :- રૂ.૧૧૬૪ નો પ્રથમ તેમજ રૂ.૧૧૫૭ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૮૯ થી રૂ.૧૧૯૬ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૧૦૮ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૨ થી રૂ.૧૧૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૦૦૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૮૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૧૬ થી રૂ.૧૦૨૨ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • ભારત ફોર્જ ( ૧૪૧૨ ) :- રૂ.૧૪૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • વોલ્ટાસ લિ. ( ૧૩૩૯ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૨૭ થી રૂ.૧૩૨૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૫૫ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૪૩ થી રૂ.૧૧૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • જીન્દાલ સ્ટીલ ( ૧૦૧૪ ) :- રૂ.૧૦૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!