સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ખરીદીનો માહોલ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૮૧૮ સામે ૮૫૦૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૯૫૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૨૬૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૦૯ સામે ૨૬૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૦૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૧૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકા સાથે દરેક મુદ્દાઓ ઉકેલાઈ જતા માર્ચ સુધીમાં વેપાર કરાર થઈ જવાની અપેક્ષા તેમજ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા પ્રમાણે ૦.૨૫% ઘટાડો કરાતા આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઇન્ડેક્સ બેઝ્ડ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ આવનારા મહિનાઓમાં વ્યાજ દર યથાવત્ રાખવાના પણ સંકેત આપ્યા હતા અને ૨૦૨૬માં અમેરિકાના અર્થતંત્ર વિશે તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો. અમેરિકામાં વ્યાજ દર હવે ઘટી ૩.૫૦% અને ૩.૭૫% ની રેન્જ સાથે ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાને પગલે વિદેશી રોકાણકારોનો ભારતીય બજારમાં પ્રવાહ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે અનિશ્ચિતતા અને આયાતકારો તરફથી આક્રમક ડોલરની ખરીદીએ શુક્રવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો નબળો પડી નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૯૩ અને વધનારની સંખ્યા ૨૫૯૩ રહી હતી, ૧૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૩.૩૪%, ઈટર્નલ લિ. ૨.૩૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૩૫%, લાર્સન લિ. ૧.૭૧%, મારુતિ સુઝુકી ૧.૫૧%, ભારતી એરટેલ ૧.૪૭%, અદાણી પોર્ટ્સ ૧.૨૮%, બજાજ ફાઈનાન્સ ૧.૧૫%, એક્સિસ બેન્ક ૧.૦૯% અને ટાઈટન કંપની લિ. ૦.૯૮% વધ્યા હતા, જ્યારે હિંદુસ્તાન યુનિલિવર ૧.૮૯%, સન ફાર્મા ૦.૬૯%, આઈટીસી ૦.૬૩%, એશિયન પેઈન્ટ ૦.૫૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૩૬%, કોટક બેન્ક ૦.૨૩% અને સ્ટેટ બેન્ક ૦.૦૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૭૧ લાખ કરોડ વધીને ૪૭૦.૨૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૩ કંપનીઓ વધી અને ૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતીય ઇક્વિટી અને કોમોડિટી બજારમાં મજબૂત આશાવાદ જોવા મળે છે. ભારત વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે અને મજબૂત કમાણી તેમજ નીતિગત સમર્થન ૨૦૨૬માં ઇક્વિટીને બળ આપશે. સેફ-હેવન તરીકે સોનાની માંગ ઊંચી રહેવાની અપેક્ષા છે, જ્યારે યુવા રોકાણકારોની વધતી ભાગીદારી બજારમાં વધુ ઊંડો જોડાણ લાવી રહી છે. સેબીના સર્વે મુજબ માત્ર ૯.૫% પરિવારો જ સક્રિય રોકાણ કરે છે, જે સૂચવે છે કે ભારતીય ઇક્વિટી માર્કેટમાં હજુ પણ વિશાળ અજમાયશી તકો છે. તેથી બ્રોકરેજ અને ફિનટેક પ્લેટફોર્મ્સને રોકાણને વધુ સરળ અને સમાવેશક બનાવવાની જરૂર છે. આગળના વર્ષોમાં ભારતીય શેરબજાર માટે લિક્વિડિટી, મેન્યુફેક્ચરિંગ શિફ્ટ, પ્રાયમરી માર્કેટનું બૂમ અને ગ્લોબલ કોમોડિટી ચલણ મહત્વની ભૂમિકા ભજવશે.
૨૦૨૪-૨૫ની વચ્ચે આવેલા સુધારાઓ બાદ ભારતીય બજારે ફરીથી ઓલ-ટાઈમ હાઈ હાંસલ કરીને તેની સ્થિતિસ્થાપકતા સાબિત કરી છે. એફઆઈઆઈ ફ્લો ભલે વોલેટાઇલ રહે, પરંતુ ડીઆઈઆઈ અને રિટેલ રોકાણકારોના સતત ઇન્ફ્લો કારણે બજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. સોના અને ચાંદી જેવા કોમોડિટીઝમાં તીવ્ર તેજી વૈશ્વિક અનિશ્ચિતતા અને કરન્સી અવમૂલ્યનના સંકેતો આપે છે, જેનાથી ડિફેન્સિવ અને હેજ પોઝિશનિંગ સેક્ટર્સ ફાર્મા, આઈટી, કન્સ્યુમર સેક્ટરમાં રોટેશન જોવા મળી શકે છે. એકંદરે, ૨૦૨૬ સુધી ભારતીય બજારનો ટ્રેન્ડ સ્ટ્રક્ચરલી પોઝિટિવ રહેવાની શક્યતા વધુ છે, પરંતુ રોકાણકારો માટે વૈશ્વિક ભૂ-રાજકીય જોખમો, કોમોડિટી વોલેટિલિટી અને કરન્સી મૂવમેન્ટ્સ પર નજર રાખવી જરૂરી રહેશે.
તા.૧૫.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૨.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૧૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૨૦૨ પોઈન્ટ થી ૨૬૨૭૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- વોલ્ટાસ લિ. ( ૧૩૫૫ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૬૮ થી રૂ.૧૩૭૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૦૧ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૧૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૧૭ થી રૂ.૧૨૨૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૧૨૯ ) :- રૂ.૧૧૦૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૯૭ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૪૩ થી રૂ.૧૧૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એચડીએફસી બેન્ક ( ૧૦૦૫ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૪ થી રૂ.૧૦૨૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૩૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૪૭ થી રૂ.૯૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૫૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૫૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૦૩ થી રૂ.૧૪૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૭૧ ) :- રૂ.૧૩૯૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૦૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૫૫ થી રૂ.૧૩૪૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- અદાણી ગ્રીન ( ૧૦૪૩ ) :- પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૩૩ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૧૩ થી રૂ.૧૦૦૩ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૪૮ ) :- રૂ.૯૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૮૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૨૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૭૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in


