બોરુ ટર્નિંગ વિસ્તારમાં પોલીસની ઓળખ આપી મોટરસાયકલ રીપેરીંગ માં મૂકી ગેરેજ ચાલક ને ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ

તારીખ ૧૮/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના બોરૂ ટર્નિંગ વિસ્તારમાં ટુ વ્હીલર વાહનો રીપેરીંગ ગેરેજ ધરાવતા ધર્મેન્દ્રસિંહ જયપ્રકાશ સોલંકી દ્વારા કાલોલ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ગત તા ૧૫/૧૧ ના રોજ સાંજના સમયે પેશન પ્રો મોટરસાયકલ નં જીજે ૨૩ બી એ ૬૩૭૮ લઇને એક ઈસમ સંદીપસિહ ઝાલા નામનો આવ્યો હતો અને એન્જિન બનાવવાનું છે તેમ જણાવી પોતે ગોધરા પોલીસ ખાતામાં નોકરી કરતો હોવાનું જણાવી એન્જિન બનાવવા માટે મોટરસાયકલ મૂકી પોતાને ઉતાવળ હોવાથી તમારૂ બાઈક મને આપો સાંજે પરત આપી દઈશ તેમ જણાવતા ગેરેજ સંચાલકે જીજે ૧૭ એપી ૨૮૭૭ નંબરનું બાઈક આપ્યુ હતુ. બીજે દિવસે સંચાલક ઉપર ફોન આવેલો અને જણાવેલું કે હું પોલીસ માંથી બોલું છું તમારૂ બાઈક તમને પાછું નહીં મળે જો બાઈક પાછું જોઈતું હોય તો હું બાર સ્કેનર મોકલું છું તેના ઉપર ૩૦૦૦ રૂપિયા નાખો. જો પૈસા નહીં નાખો તો તમને બાઈક ચોરીના ગુનામાં ફસાવી દઈશ. મેં જે બાઈક તમારે ત્યાં મૂકી છે તે ચોરીની છે અને જો તમે મારી ઉપર ફરીયાદ કરશો તો ત્યાં આવીને તમને મારી નાખીશ તેવી ધમકી આપી હોવાની લેખિત ફરિયાદ સ્વરૂપે રજૂઆત કરી બે મોબાઈલ નંબર લખાવી કાલોલ પોલીસ મથકે રજુઆત કરતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





