GONDALGUJARATRAJKOT CITY / TALUKO

Gondal: ભારે વરસાદથી ગોંડલના મોવિયાથી બંધીયા તેમજ ધોધાવદરને જોડતો પુલ અસરગ્રસ્ત

તા.૨૬/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રસ્તાની અવર-જવર તાત્કાલિક બંધ કરતી ગ્રામ પંચાયત

Rajkot, Gondal: તાજેતરના ભારે વરસાદને પગલે ગોંડલના મોવિયા ગામે જુના ઝાંપા વિસ્તારમાં આવેલો મોવિયાથી બંધીયા તેમજ ધોધાવદરને જોડતો પુલ અસરગ્રસ્ત થતાં મોવિયા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક અસરથી આ રસ્તા ઉપરની તમામ અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

આસપાસના ગામના લોકો તથા ખેડૂતો માટે જુનો ગ્રામ્ય માર્ગ એવો આ પુલ ૯૦ ફુટ લાંબો અને ૩૨ ફુટ પહોળો તેમજ ૫ મોટા ગોળાકારનો બનેલો છે.

ગ્રામ પંચાયતે તાકીદના પગલા ભરી ભવિષ્યમાં કોઈ જાનહાની ન થાય તે માટે આ રસ્તાની અવર-જવર બંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેથી આ વિસ્તારમાં કોઈએ અવર-જવર ન કરવા મોવીયાના સરપંચશ્રી કંચનબેન રોહિતભાઈ ખુંટ દ્રારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!