BUSINESS

ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૬૭ સામે ૮૪૮૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૮૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૨૧૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૪૫ સામે ૨૬૦૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૮૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૬૧૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારત વિરૂધ્ધ પશ્ચિમી દેશોએ મોરચો ખોલીને ફરી રશિયાના નામે પ્રેશર લાવવા ટેરિફ યુદ્ધનો નવો દોર શરૂ કરાતા તેમજ મેક્સિકોએ ભારત પર આકરા ટેરિફ લાદવાનો નિર્ણય લઈને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નહીં ધરાવતા દેશોના નામે ભારતની નિકાસોને ફટકો આપતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીજી તરફ, ડોલરની ભારે માંગ અને ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોની સતત વેચવાલીને કારણે ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે ઐતિહાસિક નીચી સપાટીએ આવતા શરુઆતી તબક્કામાં ભારતીય શેરબજારમાં ઘટાડા બાદ નીચા મથાળે ફંડોની નવી ખરીદી દ્વારા રીકવરી જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, આયાતકારો દ્વારા ડોલરની ભારે માંગ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચવાને કારણે ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે વધુ ઘટીને ૯૦.૭૧ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, હેલ્થકેર, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને પાવર સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળો સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૩ અને વધનારની સંખ્યા ૨૨૩૮ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે હિદુસ્તાન યુનિલિવર ૧.૩૭%, ટ્રેન્ટ લિ. ૦.૭૯%, એચસીએલ ટેકનોલોજી ૦.૬૮%, એશિયન પેઈન્ટ્સ ૦.૫૩%, ટાટા સ્ટીલ ૦.૫૨%, ઈન્ફોસિસ લિ. ૦.૫૨%, આઈટીસી ૦.૪૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૪૪%, લાર્સન લિ. ૦.૪૨% અને બીઈએલ લિ. ૦.૩૩% વધ્યા હતા, જ્યારે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૯૪%, મારુતિ સુઝુકી ૦.૮૯%, અદાણી પોર્ટ્સ ૧.૮૧%, બજાજ ફિનસર્વ ૦.૭૫%, એચડીએફસી બેન્ક ૦.૫૬%, ભારતી એરટેલ ૦.૫૫%, પાવર ગ્રીડ ૦.૪૯%, બજાજ ફાઈનાન્સ ૦.૪૬%, ટાઈટન કંપની લિ. ૦.૩૮% અને એનટીપીસી ૦.૩૭% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૫૮ લાખ કરોડ વધીને ૪૭૦.૮૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, મેક્સિકો દ્વારા ભારત સહિત એશિયન દેશો પર ૫૦% સુધીના ટેરિફ લગાવવાની જાહેરાતથી ટૂંકા ગાળામાં ભારતીય શેરબજારમાં અસ્થિરતા વધવાની શક્યતા છે. ખાસ કરીને ઓટોમોબાઈલ, ઓટો કોમ્પોનન્ટ્સ, કેમિકલ્સ, ફાર્મા, ટેક્સટાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા નિકાસ આધારિત ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. ભારતની મેક્સિકોમાં થતી ૫૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક નિકાસ જોખમમાં આવવાથી કંપનીઓના ઓર્ડર બુક, નફાકારકતા અને આવકના અનુમાન પર નકારાત્મક અસર પડી શકે છે. આ પરિસ્થિતિમાં બજાર રોકાણકારો વધુ સાવચેત વલણ અપનાવી શકે છે, જેના કારણે નિફ્ટી અને સેન્સેક્સમાં ટૂંકા ગાળાનો કરેકશન અથવા સાઇડવેઝ ટ્રેન્ડ જોવા મળવાની સંભાવના છે. સાથે જ વૈશ્વિક વેપાર તણાવ અને પ્રોટેક્શનિઝમની ચિંતા ફરી ઊભી થતાં વિદેશી રોકાણકારોની ચાલ પણ સાવચેત બની શકે છે.

તેમ છતાં, મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજાર માટે દૃશ્ય સંપૂર્ણ નકારાત્મક નથી. ભારત સરકાર દ્વારા મેક્સિકો સાથે ચાલી રહેલી વાતચીત, સંભવિત રાહતો અથવા વૈકલ્પિક નિકાસ બજારો તરફ વળવાની વ્યૂહરચના બજાર માટે સકારાત્મક બની શકે છે. સ્થાનિક માંગ પર આધારિત ક્ષેત્રો જેમ કે બેન્કિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, ડિફેન્સ અને કન્ઝ્યુમર સેક્ટર પર આ ટેરિફની સીધી અસર ઓછી રહેશે, જેના કારણે બજારમાં સેક્ટોરલ રોટેશન જોવા મળી શકે છે. રોકાણકારો નિકાસ આધારિત શેરોમાં સાવચેતી રાખીને ડોમેસ્ટિક ગ્રોથ સ્ટોરી સાથે જોડાયેલા મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં ધીમે ધીમે રોકાણ વધારી શકે છે. આ રીતે, ટૂંકા ગાળાની અનિશ્ચિતતા બાદ ભારતીય શેરબજાર ફરી સંતુલન સાધીને લાંબા ગાળે સ્થિર અને વિકાસલક્ષી દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

તા.૧૬.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૧૫.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૧૦૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૬૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૮૮ પોઈન્ટ થી ૨૬૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • અદાણી પોર્ટ્સ ( ૧૫૧૭ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૩૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૨૧ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • વોલ્ટાસ લિ. ( ૧૩૭૭ ) :- રૂ.૧૩૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૪૮ બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૮૪ થી રૂ.૧૩૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૬૧ ) :- ટી એન્ડ કૉફી સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૮ થી રૂ.૧૧૭૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૩૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • સ્ટેટ બેન્ક ( ૯૭૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૫૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૭૮ થી રૂ.૯૮૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિ. ( ૧૫૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • ભારત ફોર્જ ( ૧૪૧૯ ) :- રૂ.૧૪૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૦૭ થી રૂ.૧૩૯૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • ઓરબિંદો ફાર્મા ( ૧૧૮૯ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૧૭ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૭૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • જીન્દાલ સ્ટીલ ( ૧૦૩૩ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૦ થી રૂ.૧૦૦૯ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૫૫ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૯૯૮ ) :- રૂ.૧૦૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૨૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૯ થી રૂ.૯૮૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!