ભારતીય શેરબજારમાં ઉછાળે ફંડોની અપેક્ષિત વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૧૩ સામે ૮૫૦૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૬૨૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૬૭૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૦૮ સામે ૨૬૦૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૨૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૩૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મેક્સિકો દ્વારા ભારત પર ૫૦% ટેરિફથી ભારતની નિકાસોને ફટકો પડવાના અંદાજ અને બીજી તરફ અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડતા આયાત મોંઘી બનવાના નેગેટીવ પરિબળો વચ્ચે આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઈન્ડેક્સ બેઝડ અંદાજીત ૫૦૦ પોઈન્ટથી વધુના ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
વધુમાં, ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ સમજૂતી થઈ ગઈ હોવાના નિવેદનો છતાં તે અંગેની જાહેરાતમાં થતી ઢીલ, વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે એફપીઆઇની સતત વેચવાલી યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકા સાથેના ભારતના વેપાર કરારને મુદ્દે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે મંગળવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ૯૦.૯૧ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો, જયારે રશિયા તથા યુક્રેન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો સાથે ક્રૂડ ઓઈલના ભાવ ઘટી બે મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન અને કંઝ્યુમર ડયુરેબલ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૨૩ અને વધનારની સંખ્યા ૧૬૫૪ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટાઈટન કંપની લિ. ૧.૬૦%, ભારતી એરટેલ ૧.૪૪%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૪૫%, એશિયન પેઈન્ટ ૦.૩૫%, ટ્રેન્ટ લિ. ૦.૧૧%, કોટક બેન્ક ૦.૦૮%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૬% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે એક્સિસ બેન્ક ૫.૦૩%, ઈટર્નલ લિ. ૪.૬૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૯૦%, બજાજ ફિનસર્વ ૧.૮૬%, ટાટા સ્ટીલ ૧.૭૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૫%, બજાજ ફાઈનાન્સ ૧.૪૧%, અદાણી પોર્ટ્સ ૦.૯૪% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૨% અને ઈન્ફોસિસ લિ. ૦.૯૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૦૪ લાખ કરોડ ઘટીને ૪૬૭.૮૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૭ કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી છતાં ભારતીય શેરબજારની ભાવિ દિશા સંપૂર્ણપણે નકારાત્મક દેખાતી નથી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો તેમજ એસઆઈપી મારફતે નિયમિતપણે આવતા સ્થિર અને લાંબા ગાળાના નાણાં પ્રવાહે બજારને મજબૂત આધાર પૂરું પાડ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ તથા રિટેલ રોકાણકારો લાંબા ગાળાની દૃષ્ટિ સાથે સતત ખરીદી કરતા હોવાથી બેન્ચમાર્ક સૂચકાંકોમાં ભારે અને તીવ્ર ઘટાડો જોવા મળ્યો નથી. આગળના સમયમાં જો મહેસૂલી દબાણ કાબૂમાં રહે, વ્યાજદરોમાં સ્થિરતા આવે અને કોર્પોરેટ ક્ષેત્રની આવક તથા નફામાં સુધારો નોંધાય, તો બજાર ફરીથી ધીમે ધીમે ઉપરની દિશામાં આગળ વધવાની શક્યતા છે.
આ સાથે, ભારત-અમેરિકા વેપાર કરાર અંગેની અનિશ્ચિતતા દૂર થાય અને વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવમાં રાહત મળે તો વિદેશી રોકાણકારોની માનસિકતા અને રોકાણ ભાવનામાં પણ હકારાત્મક ફેરફાર આવી શકે છે. હાલમાં એફઆઈઆઈ દ્વારા થઈ રહેલી વેચવાલી ટૂંકા ગાળે બજાર પર દબાણ સર્જી રહી છે, પરંતુ ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર સતત ખર્ચ અને અનુકૂળ ડેમોગ્રાફિક ફાયદા લાંબા ગાળે બજાર માટે મહત્વપૂર્ણ સકારાત્મક પરિબળ બની રહેશે. પરિણામે, આવનારા સમયમાં શેરબજાર અસ્થિરતા સાથે આગળ વધે તેવી શક્યતા છે, પરંતુ મધ્યમથી લાંબા ગાળે તેની દિશા મજબૂત અને આશાવાદી રહેવાની વધુ સંભાવના છે.
તા.૧૭.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૬.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૦૮ પોઈન્ટ થી ૨૬૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એચસીએલ ટેકનોલોજી ( ૧૬૫૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૩૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૨૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૭૦ થી રૂ.૧૬૭૬ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૮૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ભારત ફોર્જ ( ૧૪૧૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૮૮ ) :- રૂ.૧૩૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૫૫ બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૯૭ થી રૂ.૧૪૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૮૪ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૦ થી રૂ.૧૧૯૭ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૪૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૧૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૯૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૨૮ થી રૂ.૧૦૩૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૯૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૭૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૯૫૦ થી રૂ.૧૯૩૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૮૫ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૪૬ ) :- રૂ.૧૫૭૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૮૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૭૦ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૯૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૫૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૦૮૩ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૭૬ થી રૂ.૧૦૭૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૧૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૪૫ ) :- રૂ.૮૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૮૭૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૨૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



