ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ ખરીદીનો માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૮૧ સામે ૮૪૭૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૭૩૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૯૨૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૮૦ સામે ૨૫૯૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૯૫૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૦૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રશિયા-યુક્રેન યુદ્ધના અંતનો મામલો ફરી ગૂંચવાતા જીઓપોલિટીકલ ટેન્શનનું જોખમ યથાવત્ રહેતાં અને અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ પણ વિલંબમાં પડતાં તેમજ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને લઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે સ્થાનિક સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશોની મુલાકાતમાં હવે ઓમાન સાથે ફ્રી ટ્રેડ ડિલ થયાના પોઝિટીવ પરિબળ અને અમેરિકી ડોલર સામે રૂપિયો રિકવર થતા આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, નવેમ્બર માસના યુએસ ગ્રાહક ભાવ ફુગાવાના ડેટા અપેક્ષા કરતા ઓછા આવતા ફેડરલ રિઝર્વ આગામી વર્ષે ઓછામાં ઓછા બે વાર વ્યાજ દરમાં ઘટાડો તેવી સંભાવના અને ભારતીય રિઝર્વ બેંકના સંભવિત હસ્તક્ષેપને કારણે શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા તરફી રહ્યા હતા
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મુખ્યત્વે રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, પાવર કંઝ્યુમર ડિસ્ક્રેશનરી અને હેલ્થકેર સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૫ અને વધનારની સંખ્યા ૨૭૩૧ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બીઈએલ ૨.૩૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૨૫%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૧.૯૮% એશિયન પેઈન્ટ ૧.૪૧%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૪%, લાર્સન લિ. ૧.૦૫%, બજાજ ફિનસર્વ ૦.૯૭% અને ટ્રેન્ટ લિ. ૦.૮૯% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેકનોલોજી ૧.૧૪%, કોટક બેન્ક ૦.૨૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૨૦% અને સન ફાર્મા ૦.૦૨% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૪૨ લાખ કરોડ વધીને ૪૭૧.૨૧ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૬ કંપનીઓ વધી અને ૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત આઉટફલો, ઊંચા મૂલ્યાંકન અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે નજીકના ગાળામાં ભારતીય શેરબજારમાં અસ્થિરતા યથાવત્ રહેવાની શક્યતા છે. ખાસ કરીને અમેરિકન વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતા, ડોલરની મજબૂતી અને રૂપિયામાં નબળાઈ જેવા પરિબળો વિદેશી રોકાણકારોને સાવચેત રાખી શકે છે. ઉપરાંત, કેટલીક મોટી કંપનીઓના અપેક્ષા કરતા નબળા ત્રિમાસિક પરિણામો બજારના સેન્ટિમેન્ટ પર દબાણ ઊભું કરી શકે છે. આવા વાતાવરણમાં ઇન્ડેક્સ આધારિત તેજી કરતાં સેક્ટર-સ્પેસિફિક અને સ્ટોક-સ્પેસિફિક ચાલ જોવા મળી શકે છે.
જો કે મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજારમાં પોઝીટીવ પરિબળો યથાવત છે. મજબૂત સ્થાનિક આર્થિક વૃદ્ધિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનો સતત ખર્ચ, ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ તરફથી સતત સપોર્ટ બજાર માટે સકારાત્મક પરિબળ બની શકે છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા ઘટતા અને અર્નિંગ્સમાં સુધારો જોવા મળતા ફરીથી વિદેશી રોકાણકારોની વાપસીની સંભાવના છે. તેથી ટૂંકા ગાળાની ઉથલપાથલ વચ્ચે પણ લાંબા ગાળે રોકાણ કરનાર રોકાણકારો માટે ભારતીય શેરબજાર આકર્ષક વળતર આપી શકે છે.
તા.૨૨.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૯.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૦૩૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૬૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૦૯ પોઈન્ટ થી ૨૫૯૩૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૨૦૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- અદાણી પોર્ટ્સ ( ૧૫૦૧ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૧૮ થી રૂ.૧૫૨૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૫૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૨૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૬૩ થી રૂ.૧૩૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૮૬ ) :- રૂ.૧૧૬૬ નો પ્રથમ તેમજ રૂ.૧૧૫૦ બીજા સપોર્ટથી ટી એન્ડ કૉફી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૭ થી રૂ.૧૨૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- જીન્દાલ સ્ટીલ ( ૯૯૬ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૩ થી રૂ.૧૦૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૮૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પબ્લિક બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૫૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૯૩ થી રૂ.૧૦૦૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિ. ( ૧૫૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૦૩ થી રૂ.૧૪૯૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૪૪ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૨૦ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૫૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૬ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૨૨૪ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૬ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૮૭ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૭૪ થી રૂ.૧૧૬૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી એનર્જી ( ૯૮૩ ) :- રૂ.૯૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૦ થી રૂ.૯૫૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



