DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ અંદાજિત ૫૮૫ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે

ધોરણ – ૧માં કુલ ૭૨૯૯બાલવાટિકામાં ૭૦૨૩આંગણવાડીમાં ૩૬૮૯ તેમજ ધોરણ – ૯માં ૩૯૫૪ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે

***

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૨૬ જૂનથી તા.૨૯ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવનાર છે, જે અંતર્ગત બાલવાટિકા, આંગણવાડી, ધો. ૦૧, ધો. ૦૯ અને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવશે.

        મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી – કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

        શાળા પ્રવેશોત્સવના સુચારુ આયોજન માટે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આયોજન અંગે બેઠક યોજાઇ હતી.

        આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મધુબેન ભટ્ટે જિલ્લામાં યોજવામાં આવનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપી હતી.

        કલેક્ટરશ્રીએ કાર્યક્રમના રુટ, અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોને શાળાઓની ફાળવણી બાબતે કરવાની થતી વ્યવસ્થાઓ અને આયોજન અંગેની વિગતો મેળવી સફળ આયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું.

        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન કુલ ૩૭ રુટ પર કુલ ૫૮૫ જેટલી  પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમા ધો.૦૧માં ૩૫૭૦ કુમાર અને ૩૭૨૯ કન્યા સહિત કુલ ૭૨૯૯, બાલવાટિકા ૩૫૯૨ કુમાર અને ૩૪૩૧ કન્યા સહિત કુલ ૭૦૨૩, આંગણવાડીમાં ૧૯૩૭ કુમાર અને ૧૭૫૨ કન્યા સહિત કુલ ૩૬૮૯ તથા ધો.૦૯માં ૧૯૪૭ કુમાર અને ૨૦૦૭ કન્યા સહિત ૩૯૫૪ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

        આ બેઠકમાં  પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, ખંભાળિયા પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ,  અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!