GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા લાભાર્થીઓને ખાલી આવાસ ફાળવાયા

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા લાભાર્થીઓને ખાલી આવાસ ફાળવાયા
મોરબી મહાનગરપાલિકા દ્વારા PMAY અંતર્ગત AHP ઘટકના ખાલી પડેલા ૨૪ આવાસોનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવા મોરબી મહાનગરપાલિકાના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ. કેમ્પ મેળામાં ઉપસ્થિત રહેલ પૈકી ૧૨ લાભાર્થીઓ લીગલ કરેલ ડોક્યુમેન્ટ જમા કરાવેલ હતા. આ લાભાર્થીઓના દસ્તાવેજની ચકાસણી કરી નિયત થયેલ લાભાર્થી ફાળો ભરપાઈ કરેલ છે તેવા ૫(પાંચ) લાભાર્થીઓને કામધેનું બાયપાસ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના AHP ઘટક અંતર્ગત નિર્માણ થયેલ આવાસોની ફાળવણી કરવામાં આવેલ છે.વેઈટીંગ લીસ્ટ મુજબ બાકી રેહતા લાભાર્થીઓને મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.






