ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૬૨૮ સામે ૮૪૬૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૬૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૯૯૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૯૦ સામે ૨૬૧૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૨૩૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક પોઝિટીવ પરિબળોને કારણે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર શરૂઆતી અફડાતફડી બાદ અંતે ઉછાળા સાથે બંધ થયું હતું, વૈશ્વિક મોરચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે આક્રમકતા બાદ ચાઈનાને ચેકમેટ કરવા એશિયાના ચાર દેશો સાથે રેર અર્થ સપ્લાય સુરક્ષા માટે મહત્વના ટ્રેડ કરાર કરતાં અને અમેરિકા – ચાઈના વચ્ચે દક્ષિણ કોરિયામાં મળનારી મીટિંગમાં ટ્રેડ ડિલની અપેક્ષા તેમજ ભારત સાથે પણ ટૂંક સમયમાં પોઝિટીવ ટ્રેડ ડિલની સંભાવનાને લઈ આજે ફંડો, મહારથીઓએ શેરોમાં તેજી કરતા આજે ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકા-ચીન વચ્ચે વેપાર તાણ હળવી થવાના સંકેતે સાથે આ સપ્તાહે મુખ્ય કેન્દ્રીય બેંકોની બેઠકો પૂર્વે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં પા ટકા ઘટાડાની શકયતાએ બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે ઓપેક દ્વારા ડિસેમ્બરમાં ક્રુડઓઈલનો પૂરવઠો વધારવાના સંકેતે ક્રુડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૮ અને વધનારની સંખ્યા ૨૪૮૨ રહી હતી, ૧૮૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં અદાણી પોર્ટ્સ ૨.૭૮%, એનટીપીસી લિ. ૨.૬૧%, પાવર ગ્રીડ કોર્પ. ૨.૫૮%, એચસીએલ ટેકનોલોજી ૨.૩૫%, ટાટા સ્ટીલ ૧.૮૧%, સન ફાર્મા ૧.૭૩%, ટ્રેન્ટ લિ. ૧.૨૪% અને એશિયન પેઈન્ટ્સ ૧.૧૭% વધ્યા હતા, જ્યારે ભારત ઈલેક્ટ્રોનિક ૧.૫૪%, એટર્નલ લિ. ૧.૨૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૧૫%, બજાજ ફાઈનાન્સ ૧.૧૦%, મારુતિ સુઝુકી ૧.૦૪%, લાર્સન લિ. ૦.૫૩%, કોટક બેન્ક ૦.૪૯% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૩૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૩૫ લાખ કરોડ વધીને ૪૭૪.૨૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર માટે આવનારા મહિનાઓમાં દૃષ્ટિકોણ સકારાત્મક રહેવાની સંભાવના છે. ઘરેલુ આર્થિક પ્રવૃત્તિમાં સતત તેજી, મજબૂત માંગ, નીચો ફુગાવો અને જીએસટી દરોમાં ઘટાડા જેવા પરિબળો બજારમાં વિશ્વાસ વધારતા દેખાઈ રહ્યા છે. તહેવારોના સીઝનમાં વધતી રિટેલ સેલ્સ અને ઓટોમોબાઈલ, એફએમસીઝી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સુધરતા પરિણામો માર્કેટ સેન્ટિમેન્ટને મજબૂત કરી રહ્યા છે. ગ્રામ્ય તથા શહેરી બંને માંગ મજબૂત હોવાથી કોર્પોરેટ કમાણીમાં સુધારો થવાની અપેક્ષા છે, જે શેરબજારને નવા સ્તરે લઈ જઈ શકે છે. વૈશ્વિક પરિસ્થિતિ હજુ અનિશ્ચિત હોવા છતાં ભારતનું આર્થિક પરિદૃશ્ય સ્થિર છે અને અન્ય વિકસતા અર્થતંત્રોની સરખામણીએ વધુ મજબૂત દેખાઈ રહ્યું છે.
આઈએમએફ અને રિઝર્વ બેન્ક બંને દ્વારા વૃદ્ધિ દરના અનુમાનમાં વધારો થવો એ સ્પષ્ટ સંકેત છે કે ભારતની વૃદ્ધિ ગતિ સ્થાયી બની રહી છે. સાથે જ ફુગાવો નિયંત્રણ હેઠળ રહેતા નીતિગત સ્પેસ પણ વધ્યો છે, જે રોકાણ અને ક્રેડિટ ગ્રોથને ટેકો આપે છે. રિઝર્વ બેન્કના લિક્વિડિટી ઇન્ફ્યુઝન તથા સ્થિર વ્યાજદર નીતિ આર્થિક પ્રવાહને સહારો આપે છે, જેના કારણે ઇક્વિટી માર્કેટમાં નવી તેજીનો ચક્ર શરૂ થવાની શક્યતા છે. આ રીતે, ઘરેલુ માંગ, સુધરતા નાણાકીય પરિમાણો અને સ્થિર મેક્રો ઈકોનોમિક પૃષ્ઠભૂમિ સાથે ભારતીય શેરબજાર માટે મધ્યમથી લાંબા ગાળાની દિશા સ્પષ્ટપણે પોઝિટીવ જણાઈ રહી છે.
તા.૩૦.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૯.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૬૨૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૧૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૨૮૮ પોઈન્ટ થી ૨૬૩૦૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એચસીએલ ટેકનોલોજી ( ૧૫૬૬ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૮ થી રૂ.૧૫૮૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૬૪ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૪૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૨૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૯૪ ) :- રૂ.૧૩૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૦૯ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૦૧૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૮૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૦૩ થી રૂ.૧૪૯૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૬૧ ) :- રૂ.૧૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૫૪ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૯૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૧૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૭૯ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૬૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૭ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી એનર્જી ( ૯૭૪ ) :- રૂ.૯૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૬૦ થી રૂ.૯૪૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



