BUSINESS

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૯.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૪૨૬ સામે ૮૦૫૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૨૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૩૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૮૯ સામે ૨૪૭૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૪૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૬૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વીઝા માટે વન ટાઈમ એક લાખ ડોલર ફી લાગુ કરીને ભારત સહિતના આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગને નિશાન બનાવ્યા બાદ ધારણા મુજબ હવે હેલ્થકેર-ફાર્મા ઉદ્યોગને ટાર્ગેટ કરીને ફાર્મા આયાત પર ૧૦૦% ટેરિફનું શસ્ત્ર ઉગામતા ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડા બાદ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે પણ ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્ જોવા મળી હતી. સ્થાનિક ફંડોની ખરીદી સામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાંથી સતત એક્ઝિટ ચાલુ રહેતા આજે સતત સાતમાં દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં મોંઘવારી અપેક્ષિત લક્ષ્યાંક કરતાં વધુ નોંધાતાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ૦.૨૫%નો ઘટાડા બાદ ઓક્ટોબર તથા ડિસેમ્બરમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા વચ્ચે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે ભારત દ્વારા રશિયાથી ક્રૂડતેલની આયાતનો અમેરિકા દ્વારા વિરોધ કરાતાં ઈરાન તથા વેનેઝુએલાથી ક્રૂડઓઈલની આયાત કરવાની રજૂઆતે ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મુખ્યત્વે ટેક, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ઓટો, ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગુડ્સ, ફોકસ્ડ આઈટી અને બેન્કેક્સ સેક્ટરલમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૮૧ અને વધનારની સંખ્યા ૧૯૧૧ રહી હતી, ૧૯૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાઈટન કંપની લિ. ૨.૩૦%, સ્ટેટ બેન્ક ૧.૫૮%, ઈટર્નલ લિ. ૧.૧૮%, ટ્રેન્ટ લિ. ૧.૦૮%, બીઈએલ ૧.૦૬%, એનટીપીસી ૧.૦૨%, ટાટા સ્ટીલ ૦.૯૬%, બજાજ ફિનસર્વ ૦.૮૮%, બજાજ ફાઈનાન્સ ૦.૬૨% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૫૮% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૧.૯૧%, મારુતિ સુઝુકી ૧.૬૫%, લાર્સન લિ. ૧.૧૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૧%, ભારતી એરટેલ ૦.૮૧%, ઈન્ફોસિસ લિ. ૦.૫૭% અને અદાણી પોર્ટ્સ ૦.૫૪% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે મીડકેપ, લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૯૫ લાખ કરોડ વધીને રૂ.૪૫૧.૫૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓ વધી અને ૧૫ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી સપ્તાહ ભારતીય શેરબજાર માટે ઉતાર-ચઢાવ ભરેલું રહી શકે છે. રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠક, ભારત-અમેરિકા ટ્રેડ ડીલની પ્રગતિ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે. બજારમાં સૌથી મોટો ફોકસ એમપીસીની વ્યાજદર જાહેરાત પર રહેશે, જ્યાં ૦.૨૫% રેપો રેટ ઘટાડાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. જો રેપો રેટમાં ઘટાડો થાય તો બેન્કિંગ, રિયલ એસ્ટેટ અને ઓટો સેક્ટર માટે સકારાત્મક અસર જોવા મળી શકે છે, જ્યારે સ્થિર વ્યાજ દર બજારમાં નિરાશા ફેલાવી શકે છે. એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી અને વૈશ્વિક બજારોમાં નબળાઈ પણ ભારતીય ઇક્વિટી પર દબાણ જાળવી શકે છે.

સાથે જ ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં સકારાત્મક સમાચાર બજારમાં શોર્ટ-ટર્મ રાહત આપી શકે છે, પણ અમેરિકાની દબાણવાળી નીતિ અને ફાર્મા ઉત્પાદનો પર ઊંચા ટેરિફ રોકાણકારોની ચિંતા વધારી શકે છે. ફાર્મા અને આઈટી સેક્ટરમાં વેચવાલી ચાલુ રહે તેવી શક્યતા છે, ખાસ કરીને અમેરિકન આઈટી સર્વિસ કંપનીઓના નબળા ગાઈડન્સને ધ્યાનમાં લેતા આવી પરિસ્થિતિમાં રોકાણકારોએ ડોમેસ્ટિક થીમ્સ જેમ કે કન્ઝમ્પ્શન, બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે અને સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જરૂરી રહેશે.

તા.૩૦.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૨૯.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૫૭૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • ભારતી એરટેલ ( ૧૯૦૭ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૫૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૦૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૨૪ થી રૂ.૧૫૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • સિપ્લા લિ. ( ૧૪૯૬ ) :- રૂ.૧૪૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૪૪ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • વોલ્ટાસ લિ. ( ૧૩૮૪ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૭ થી રૂ.૧૪૦૮ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૫૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૧૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૭૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્રા ( ૧૪૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૯૦ થી રૂ.૧૩૭૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • ભારત ફોર્જ ( ૧૧૮૭ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૬૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • એક્સીસ બેન્ક ( ૧૧૩૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૧૦૮૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૬૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૯૫૩ ) :- રૂ.૯૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૩૭ થી રૂ.૯૨૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!