
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : બાયડ તાલુકા ના હઠીપુરા ગામે કુતરૂ કરડવાની બાબતે થયેલો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો
બાયડ તાલુકાના હઠીપુરા ગામે એક જ ફળીયામાં રહેતા ઠાકોર અને પટેલ સમાજ વચ્ચે કુતરો કરડવાની બાબતે શરૂ થયેલા ઝઘડાને જાતીવાદી રંગ આપવાની કોશિશ કરવામાં આવતાં મામલો છેવટે પોલીસ મથકે પહોંચ્યો હતો.
ઠાકોર સમાજના લોકોને પુછતાં તેમણે જણાવ્યું હતું કે રખડતું કુતરૂ આવતા જતા લોકોને કરડતું હતું જ્યારે પટેલ સમાજના લોકોએ તે કુતરાને અમારૂ પાલતુ કુતરો સમજી ઝઘડો કર્યો જ્યારે સામે પક્ષે પટેલ સમાજના યુવાનોએ જણાવ્યું હતું કે ખરેખર આ કુતરો આવતા જતા લોકો પર ભસીને હુમલો કરતો હતો. અને લગભગ પંદરથી વીસ લોકોને આ કુતરાએ બચકાં ભરતાં સારવાર લેવી પડી હતી. જેથી ગુસ્સે ભરાયેલા રહીશોએ કુતરાનો નિકાલ કરવાનો મનસુબો બનાવી કુતરાને હાંકી કાઢવા માટે ગયા હતા ત્યારે ફળીયામાં રહેતા ઠાકોર પરિવાર હુમલો કરવા આવ્યા તેમ સમજી બેઠા અને ઝઘડાનું સ્વરૂપ ઉભું થયું.




