GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની એવી આંગણવાડીઓ..જ્યાં ભૂલકાંને પાણી પીવાનું રીમાઇન્ડર આપવા વાગે છે વોટર બેલ!

તા.૩/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પીરિયડ પતે, રીસેસ પડે કે છૂટવાનો સમય થાય ત્યારે શાળા કે કોલેજમાં બેલ વાગે છે. પરંતુ રાજકોટની આંગણવાડીમાં ભૂલકાઓને પાણી પીવાનું યાદ કરાવવા માટે બેલ વાગે છે! છે ને નવતર પ્રયોગ..! ઉનાળામાં શરીરને સનસ્ટ્રોકથી બચાવવા પાણી વધુ પીવું જરૂરી છે. આથી, આંગણવાડીમાં બેલ વગાડીને બાળકોને પાણી પીવાનું યાદ કરાવવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકાના ઘટક – ૩માં પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરશ્રી માનસીબેન કરગથરાએ નવતર પ્રયોગ આદર્યો છે. સખત ગરમીમાં પાણીની ઉણપના કારણે શરીરમાં ડિહાઈડ્રેશન થઇ જાય છે. જેના લીધે બેભાન થવું, ચક્કર આવવા, લૂ લાગવી જેવી બીમારીઓ જોવા મળે છે. આ સમસ્યા બાળકોમાં ન થાય, તે માટે પાણી પીવાનું પ્રમાણ વધારવું આવશ્યક છે. જેથી, બાળકોને પાણી પીવાનું યાદ કરાવવાના આશયથી આંગણવાડી કેન્દ્ર પર દર એક કલાકે આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો થાળી-ચમચી વગાડી અવાજ કરે છે. ત્યારે તમામ બાળકો અને આંગણવાડી બહેનો એકસાથે સામુહિક રીતે પાણી પીવે છે. આમ, બાળકોને સમયાંતરે પાણી પીવાની ટેવ પાડવા વોટર બેલ વગાડવાની પહેલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!