GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી લીલાપર થી ઉમિયા સર્કલનો રોડ વન વે જાહેર કરાયો

મોરબી શહેરના જુના પુરાણા સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફીક નિયમન અને જાહેર હિતને ધ્યાને લઇને લીલાપર તરફથી ઉમીયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રેટ તથા ઉમીયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કૂલ વાળા રોડ વન-વે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષક, મોરબી તરફથી મળેલ દરખાસ્ત મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી અમોને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબના રસ્તા ઉપર આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખ થી દિન-૩૦ (ત્રીસ) સુધી સવારના કલાક-૦૭/૦૦ થી રાત્રીના કલાક-૨૨/૦૦ સુધી નીચે મુજબના રોડ ઉપર વન-વે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

લીલાપર તરફથી ઉમીયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળા રૂટ વન-વે રહશે. લીલાપર તરફથી આવતા વાહનો શ્યામ ગ્લાસવેર એસ.પી રોડના નાકેથી રવાપર ચોકડીથી નિર્મલ સ્કુલ થઇ ઉમીયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહેશે.તેમજ ઉમીયા સર્કલથી રવાપર રોડ તરફ જવા માટે નિર્મલ સ્કૂલ વાળા રોડ રૂટ વન-વે રહેશે. ઉમીયા સર્કલ થી લીલાપર રોડ તરફ જવા માટે ઉમીયા સર્કલ થી અવની ચોકડી થી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!