DANG

ડાંગની દીપદર્શન શાળા આહવાનાં સંચાલકોની તાનાશાહી સામે આવી..

 

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગની દીપદર્શન શાળા આહવાનાં સંચાલકોની તાનાશાહી.માસૂમ બાળકને ઢોર માર માર્યો હોવા છતાંય ઘટના ઘટી ન હોવાનો ધરાર ઇન્કાર કરી ગતકડા ચાલુ કરતા તટસ્થ તપાસની માંગ ઉઠી..ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત દીપદર્શન શાળામાં 5 વર્ષીય માસૂમ બાળકને ઢોર માર મારવાનાં પ્રકરણમાં શાળા સંચાલકો તંત્રને પણ ધોળીને પી જઈ આખા પ્રકરણને દબાવવાનો પ્રયાસ કરતા શંકાની સોઈ તકાવા પામી છે…

.પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત દીપદર્શન ઈંગ્લીશ મીડીયમ માધ્યમની શાળામાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો સમર્થકુમાર અરુણ સોનવણે ઉ.5ને શાળાની શિક્ષિકા દ્વારા નજીવી ભુલનાં કારણે ઢોર માર મારતા શિક્ષણ જગત સહિત જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.દીપદર્શન શાળામાં માસૂમ બાળકને ઢોર માર મરાતા શરીરે લાલ લીસોટા પડી ગયા હતા.જેના ફોટા સોશિયલ મીડીયાનાં વ્હોટશોપ ગ્રૂપોમાં વાયરલ થતા તપાસની માંગ સાથે ચકચાર મચી જવા પામી હતી.આહવાનાં માસૂમ બાળકને શાળાની શિક્ષિકા દ્વારા ઢોર માર મરાયા હોવાનાં ફોટા વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેએ શાળા સંચાલકો તથા બાળક અને વાલીની મુલાકાત લઈ તપાસનાં આદેશો આપ્યા હતા.આજરોજ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે દીપદર્શન શાળા ખાતે જઈ માસૂમ બાળકને માર માર્યો હોય જે બાબતેનો ખુલાસો માંગતા દીપદર્શન શાળાનાં રીઢા સંચાલકો દ્વારા આ ઘટના અમારા ત્યાં બની જ નથીનું જણાવી ધરાર ઇન્કાર કરતા શંકાની સોઈ તકાવા પામી છે.આ સમગ્ર પ્રકરણને દબાવવાનાં હેતુથી દીપદર્શન શાળાનાં સંચાલકો દ્વારા ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ વિભાગની તપાસકર્તા ટીમને યોગ્ય સહકાર પણ ન આપતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.વધુમાં દીપદર્શન શાળાનાં સંચાલકો દ્વારા શિક્ષિકાની ભૂલ કબૂલ કરવાની જગ્યાએ તેણીનું નામ પણ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.ત્યારે ડાંગ જિલ્લાની તપાસકર્તા પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીમ પણ વિમાસણમાં મુકાઈ ગઈ છે.——————-

બોક્ષ-(1)  નરેન્દ્રભાઈ ઠાકરે-ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેએ જણાવ્યુ હતુ કે આજરોજ આહવાનાં માસૂમ બાળકને શિક્ષિકા દ્વારા ઢોર માર મારવાનાં પ્રકરણની તપાસ માટે અમો દીપદર્શન શાળાનાં ગયા હતા.જ્યાં શાળા સંચાલકોની મુલાકાત કરી પૂછપરછ કરી હતી.પરંતુ આ બનાવ બાબતે શાળા સંચાલકો મગનું નામ મરી પાડે તેમ તૈયાર નથી.વધુમાં શાળા સંચાલકો દ્વારા અમોને શાળાનાં સી.સી ટી.વી ફૂટેજ આપ્યા છે.જેની પણ તપાસ ચાલી રહી છે.આવતીકાલે આ બાબતે અમોએ બાળસુરક્ષા એકમની ટીમને બોલાવી છે.જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણીની જેમ સત્ય બહાર આવશે.આ ઘટનામાં જવાબદારો સામે કોઈ ઢીલાશ છોડવામાં આવશે નહી…

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!