ARAVALLIMODASA

અરવલ્લી: મોડાસામાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા 27 રૂટ ઉપર થઇ પરિભ્રમણ કરશે 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: મોડાસામાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા 27 રૂટ ઉપર થઇ પરિભ્રમણ કરશે

પેટા બૉક્સ:- 20 જૂન સવારે 10:30 વાગે બાલકદાસજી મંદિરથી રથયાત્રા પ્રસ્થાન થઇ સાંજે 7 વાગે નિજ મંદિર પહોંચશે

મોડાસામાં અષાઢી બીજ અને મંગળવારે તા.20 જૂને ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા રંગે ચંગે નીકળે તે માટે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આયોજન હાથ ધરાયું છે. રથયાત્રા સમિતિ દ્વારા નવા રૂટ સાથે જુદા જુદા 27 રૂટ ઉપર ભગવાન જગન્નાથજી ની રથયાત્રા કાઢવા તખ્તો તૈયાર કરાયો છે

20 જૂનને મંગળવાર સવારે 10:30 કલાકે બાલકદાસજી મંદિર સગરવાળાથી ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા પ્રસ્થાન કરશે આ પ્રસંગે દેવરાજધામ બાજકોટના ગોસ્વામી મહંત ધનગીરી બાપુ તેમજ 108 મહંત રામજીવનદાસ ત્યાગીજી મહારાજ મહંત રામજી મંદિર સાયરા મોડાસા અને મહંત શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ કથાકાર મિનિ ઊંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસા રથયાત્રામાં હાજર રહી આશીર્વાદ વચન પાઠવશે. રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા તા. 19 જૂને ભગવાનના મામેરાનું આયોજન હિંગળાજ ભજન મંડળ તથા આનંદનો ગરબો મોડાસા દ્વારા ઓધારી માતાજીના મંદિરે કરાયું છે.

બૉક્સ:- મોડાસા રથયાત્રાનો નવીન રૂટ સાથે આ 27 જગ્યાએ પરિભ્રમણ કરશે

ભગવાનની રથયાત્રા સવારે 10:30 કલાકે બાલકનાથજી મંદિરેથી પ્રસ્થાન કરી આઝાદ ચોક,ગોકુલનાથજી મંદિર, ગાંધીવાડા, સોની વાળા, ભોઇ વાળા, વિનાયક ટોકીઝ, નંદનવન સોસાયટી, કુંભારવાડા, ઢાળ સગરવાળા ,મહાકાળી મંદિર, પાવન સીટી, ડીપી રોડ કાર્તિકીય સોસાયટી, જાયકા માલપુર રોડ, કલ્યાણ સોસાયટી ચોક, આઈ.ટી.આઈ, મોડાસા ચાર રસ્તા ,બસ સ્ટેશન, કડિયાવાડા, ભાવસાર વાળા, હોળી ચકલા, ટેલીફોન એક્સચેન્જ, જૂની પાલિકા, પરબડી ચોક, જૈન દેરાસર, થઈ સાંજે 7:00 વાગે રથયાત્રા નિજ મંદિરે પહોંચશે.

બૉક્સ:- ધનસુરા રથયાત્રાનો રૂટ

સાવરે ૧૧ કલાકે રામજીમંદિરે આરતી થયા બાદ પ્રસ્થાન થશે ત્યાંથી ધનસુરા ગામ,જવાહર ચોક,ધનસુરા ચાર રસ્તા ,તલોદ રોડ,સ્વામીનારણ સોસાયટી,શ્રીજી સોસાયટી,બંસીધર સોસાયટી,બસ સ્ટેન્ડ,મામલતદાર ચાર રસ્તા,તળાવની પાળથી રામજીમંદિરે પરત ફરશે.

બૉક્સ:- અષાઢી બીજે ભગવાન કેમ નગરચર્યા કરે છે

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે નગરનો નાથ ભક્તોને ઘર આંગણે દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજમાન થઈ નીકળતાં હોય છે.રથયાત્રાના માધ્યમ થકી ભગવાન વર્ષમાં એકવાર નિજ મંદિરે છોડી રથમાં બિરાજમાન થતાં હોય છે અને ભક્તોના ઘર આંગણે પહોંચી તેઓના સુખ દુઃખ જાણતાં હોય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે.

બૉક્સ:- મોડાસામાં ૪૧ મી રથયાત્રા નીકળશે,૨૦૦ કિલો મગ,૧૬૦ કિલો જાંબુનો પ્રસાદ અપાશે

મોડાસા શહેરમાં પરંપરાગત ૪૧મી રથયાત્રા નીકળશે ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.રથયાત્રા દરમિયાન ભક્તોને ૨૦૦ કિલો મગ,૧૬૦ કિલો જાંબુનો પ્રસાદ આપવામાં આવશે.જયારે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાશે.

બૉક્સ:- શામળાજી રથયાત્રાની વિગત

શામળાજી સાવરે ૯:૩૦ કલાકથી ૧૧ કલાક સુધી શામળાજી મંદિર પરિસરમાં જ રથયાત્રાની પરિક્રમા કરવામાં આવશે.આ સાથે ભક્તો શમાળાજીના દર્શને કરી શકશે તેમજ પ્રસાદીનો લાભ પણ મેળવી શકશે.

બૉક્સ:- મોડાસાની રથયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત

● ડીવાયએસપી-૧

●પીઆઇ-૨,પીએસઆઇ-૧૦

●પોલીસકર્મીઓ-૧૭૫,મહિલા પોલીસ-૨૫

●હોમગાર્ડ જવાન-૧૧૦,ઘોડેસવાર-૪

●ખાનગી વીડિયોગ્રાફર-૭

●પોલીસના વાહનો-૫

બૉક્સ:- મોડાસામાં નીકળનારી રથયાત્રાના મુખ્ય આકર્ષણો શુ છે?

● ડી.જે.સાઉન્ડ,ઢોલ-નગારાં

● ઘોડેશ્વારો,બગીઓ

●વિવિધ અખાડાઓના દાવપેચ

●યુવાનો દ્વારા વિવિધ કરતબો

●કરતબબાજ યુવાનો દ્વારા જીવ સટોસટીના ખેલ

●ભજન મંડળીઓની કર્ણપ્રિય સુરાવલી

●આકર્ષક અધ્યાત્મિક ઝાંખીઓ

●વાંજીત્રો સંગીતની સજાવટ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!