સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા ઉત્સાહભેર “નંદ મહોત્સવ” નું કરાયું આયોજન કરવામાં આવ્યું
ગુજરાતના જાણીતા બાળ લોકગાયક જીગર ઠાકોર અને કિંજલ ગોઠી ની વિશેષ ઉપસ્થિતિ
24 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા
આપણી ભારતીય સંસ્કૃતિનાં ગીતા સાર નાં વારસા ને જાળવી રાખવાના એક અનેરા પ્રયાસ રૂપે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીના ભાગરૂપે ” નંદ મહોત્સવ ” નું ભવિષ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ અને મટકી ફોડ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી અધિકારી હિતેશભાઈ પટેલ, સમાજ સુરક્ષા અધિકારી મનીષભાઈ જોશી, ફૂડ અને ડ્રગ્સ ઓફિસર તેજસભાઇ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશભાઇ સોની, અને લોકગાયિકા કિંજલ ગોઠી સહિત મંડળ નાં સદસ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના તમામ વિભાગ ના બાળકો દ્વારા કૃષ્ણ ગીતો, રાસ, કૃષ્ણ નૃત્ય અને મટકી ફોડ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓની ઉપસ્થિતિ ના આ પ્રસંગે ગુજરાત ના પ્રખ્યાત બાળ કલાકાર ” માટલા ઉપર માટલું…” ફેમ સિંગર જીગર ઠાકોરે વિશેષ ઉપસ્થિત રહી પોતાના પ્રસિદ્ધ લોકગીતો રજૂ કરતાં ઉપસ્થિત જનમેદનીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો .આ ” નંદ મહોત્સવ ” નું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ નાં માર્ગદર્શન હેઠળ તમામ વિભાગ ના આચાર્ય, સુપરવાઈઝર અને સ્ટાફ મિત્રોનાં સહયોગ થી કરવામાં આવ્યું હતું.





