CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં ૦૯.૨૩ મિનિટ સાથે બહેનોમાં પ્રથમ ક્રમાંકે વિજેતા કઠેચીયા અસ્મિતા

તા.03/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સ્પર્ધાના આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્યકક્ષાની ચતુર્થ ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં બહેનોમાં ૯.૨૩ મિનિટ સાથે કઠેચીયા અસ્મિતા પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતા આ તકે કઠેચીયા અસ્મિતાએ ખુશી સાથે જણાવ્યું હતું કે, હું મોડેલ સ્કૂલ, સણોસરામાં અભ્યાસ કરું છું મારી આ સફળતામાં શાળાના આચાર્ય મનોજભાઈ અને શાળા પરિવારનો ખૂબ જ સહયોગ રહ્યો છે ગત વર્ષે યોજાયેલ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પણ મારો પ્રથમ ક્રમ આવ્યો હતો અને આ વર્ષે પણ પ્રથમ ક્રમ આવ્યો છે ગત વર્ષે જુનાગઢ ખાતે યોજાયેલ ગિરનાર નેશનલ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પણ મેં બીજો ક્રમ મેળવી સિલ્વર મેડલ મેળવ્યું હતું આ વર્ષે પણ નેશનલ સ્પર્ધામાં નંબર મેળવીશ એવો મને વિશ્વાસ છે પોતે કરેલી તૈયારીઓ વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા ૧૫ દિવસથી હું ચોટીલા ડુંગરે પ્રેક્ટિસ માટે આવું છું આરોહણ- અવરોહણ સ્પર્ધાની તારીખ જાહેર થઈ ત્યારથી જ મેં સ્કૂલમાં સ્પર્ધાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી આ સ્પર્ધામાં મને ઇનામ સ્વરૂપે મળેલ 25 હજાર રૂપિયા મારા આગળના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી બનશે. વધુમાં તેમણે સ્પર્ધાના આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો આભાર માન્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!