LUNAWADA

ખાનપુર વિસ્તરણ રેન્જ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો રોપી પર્યાવરણને બચાવવા માટે સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો

ખાનપુર વિસ્તરણ રેન્જ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો રોપી પર્યાવરણને બચાવવા માટે સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો

વસિમ મેમણ : તિલકવાડા

ઉલ્લેખનીય છે કે હાલ વૃક્ષો કપાઈ રહ્યા છે ચારે બાજુ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો દેખાય રહ્યા છે જેના લીધે કેટલાક પંખીઓ પણ વિલુપ્ત થઈ રહ્યા છે કારણ કે તેઓને માળો બનાવવા માટે કોઈ જગ્યા રહી નથી દિવસેને દિવસે વૃક્ષો કપાઈ રહ્યા છે જેના કારણે વરસાદ પણ સમયસર પડતો નથી અને ઉનાળા દરમિયાન ભારે ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે જેથી પર્યાવરણને બચાવવા માટે ગુજરાત રાજ્યના હેડ ઓફ ધ ફોરેસ્ટ દ્વારા વન વિભાગના માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષક ડો મીનલ જાની તથા ખાનપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી વી માછી તથા સ્ટાફ દ્વારા પર્યાવરણને બચાવવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

  • સામાજિક વનિકરણ વિભાગ ગોધરા હસ્તકની ખાનપુર રેન્જ દ્વારા વર્ષ 2023/24 ના ચાલુ ચોમાસા દરમિયાન ખેડૂતલક્ષી યોજનાઓ હેઠળ 73500 જેટલા ક્લોનલ નીલગીરી નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને બાકોર લીમડીયા અને મોર ખાખરા નર્સરી માં 2.97 લાખ રોપાઓ નો ઉછેર કરવામાં આવ્યું સાથે જ ખાનપુર તાલુકામાં હરિયાળી ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે એક લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે તે ઉપરાંત ખાનપુર વિસ્તાર રેન્જમાં આવતી છાણી પ્રાથમિક શાળા ખાતે વિવિધ પ્રકાર ના છોડ રોપીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને શાળાના બાળકોને પણ વૃક્ષો આપી તેનું જતન કરવા માટે વિદ્યાર્થીઓ ને સમજણ આપી પર્યાવરણને બચાવવા માટે સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!