GUJARATKUTCHMANDAVI

ખરીફ પાકોમાં કાતરા (હેરી કેટરપિલર)નું સંકલિત વ્યવસ્થાપન કરવા માટેના પગલા સૂચવવામાં આવ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૨ જુલાઈ : ખરીફ પાકોમાં કાતરા(હેરી કેટરપિલરા)નું સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતોને સાવચેતીના પગલા સૂચવવામાં આવ્યા છે. જેમાં શેઢા-પાળા પરથી ઘાસ દૂર કરવું, પ્રથમ વરસાદ બાદ શેઢા-પાળાનાં ઘાસમાં મુકેલ ઇંડાનાં સમુહ વિણી લઇ તેનો નાશ કરવો. પ્રથમ વરસાદ બાદ હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષિ નાશ કરવો. લીંબોળીના મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.પ્રથમ વરસાદ બાદ ૮ થી ૧૦ દિવસે શેઢાપાળા ઉપર અથવા ઊભા પાકમાં કાતરાનું નુકસાન જોવા મળે તો કિવનાલફોસ ૧.૫ ટકા ભૂકી ૨૫ કિ.ગ્રા./હે. પ્રમાણે છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૫ ગ્રામ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!