GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO

બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારી ઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર  દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

જિલ્લા કલેકટરે અરજદારોના પ્રશ્નોને હકારાત્મક રીતે નિવારણ કરવા માટે પણ અધિકારીને સૂચિત કર્યા હતા. આ બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલ અરજીઓ, સરકારી નાણાંની વસૂલાત, બાકી ઓડીટ પેરા, પડતર કાગળોની સ્થિતિ, પેન્શનના કેસો સહિત વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ,લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સી.જે.ચાવડા, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, નાયબ પોલીસ અધિક્ષક , જિલ્લાના અધિકારીઓ, પ્રાંત અધિકારી ઓ સહિત વિવિધ વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!