GUJARATJETPURRAJKOT

Rajkot: ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક

તા.૨૨/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લાના વિવિધ પ્રશ્નોનુ નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીની સુચના

Rajkot: ધારાસભ્યડો. મહેન્દ્ર પાડલીયા અને શ્રી રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે.ખાચરે બેઠકમાં ઉપસ્થિત સૌ સભ્યોને આવકાર્યા હતા. ધારાસભ્ય ડો. પાડલીયાએ ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકા વિસ્તારના માર્ગો, સિંચાઈનુ પાણી, કેનાલની સફાઈ, વગેરે અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેનું નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીએ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા રાજકોટ જિલ્લાના બાળકોને વિવિધ સરકારી યોજનાના લાભો આપવા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટરશ્રી પ્રભવ જોષીએ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વધુ ને વધુ વિસ્તારોને સઘન સફાઈ હેઠળ આવરી લેવા તમામ વિભાગોને સૂચના આપી હતી. તથા સરકારી કચેરીઓ ખાતેની ફાઈલો અને પસ્તીનો નિકાલ, રંગરોગાન, કચરાનો નિકાલ, વગેરે કામગીરી સત્વરે સંપન્ન કરવા તાકીદ કરી હતી. કલેકટરશ્રીએ સી.એમ. ડેશ બોર્ડમાં રજૂ થતા નકારાત્મક અહેવાલો અંગે કરેલી જરૂરી કાર્યવાહી ઓનલાઇન અપડેટ કરવા સૂચના આપી હતી. તથા “મેરી મિટ્ટી, મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત યોજાનારી કળશ યાત્રા અને રાજકોટ જિલ્લામાં વિવિધ પ્રવાસન સ્થળોએ ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીએ વડાપ્રધાનશ્રીના “વિઝન-૨૦૪૭” અન્વયે આવનારા વર્ષોમાં તમામ સરકારી વિભાગોની યોજનાઓના વિસ્તરણ તથા મહત્તમ નાગરિકોને સરકારી યોજનાઓ અંતર્ગત આવરી લેવા અંગેનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા આદેશ કર્યો હતો.

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશ નાકિયાએ નજીકના સમયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓ અંતર્ગત વધુ ને વધુ લાભાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરાવવા વિવિધ વિભાગોના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીઓ સર્વ શ્રી કે. જી. ચૌધરી, શ્રી જે.એન. લીખીયા, શ્રી ગમારા, ડી. સી.પી. શ્રી ભાર્ગવ પંડ્યા, એક્ઝિક્યુટિવ એન્જિનીયરશ્રી કે.એન.ઝાલા, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી કેતન ખપેડ, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી અવનીબેન દવે, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અવનીબેન હરણ, આઇ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કે.વી. મોરી, આરોગ્ય અધિકારીઓ ડો. એન.એમ.રાઠોડ તથા ડો. પી.કે. સિંઘ, પશુપાલન અધિકારી શ્રી ખાનપરા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી.એસ. કૈલા, તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!