એકતાનગરની જવાહર નવોદય વિધાલયના VMC સંદર્ભે વાર્ષિક કરેલા કાર્યોની પ્રસ્તુતિ કરાઇ

એકતાનગરની જવાહર નવોદય વિધાલયના VMC સંદર્ભે વાર્ષિક કરેલા કાર્યોની પ્રસ્તુતિ કરાઇ
વિદ્યાલયની ગતિવિધિ, શિક્ષણ અને તેના સુધારા-વધારાના અહેવાલની સમીક્ષા કરાઇ
રાજપીપળા : જુનેદ ખત્રી
એકતાનગર ખાતે આવેલ જવાહર નવોદય વિધાલયનો એજન્ડા સાથેનો વાર્ષિક અહેવાલ અને એકેડેમિક રિપોર્ટ અંગે આજરોજ કલેક્ટર કોન્ફરન્સ હોલમાં નિવાસી અધિક ક્લેકટર સી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં મિટીંગ મળી હતી.
આ બેઠકમાં વિધાલયની ગતિવિધિ અને શિક્ષણનો અહેવાલ, સુધારા-વધારાનો અહેવાલ વગેરે કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. આ શાળાની ધો.૮ ની વિધાર્થીનીઓ દ્રારા સરસ્વતી વંદનાથી મિટિગની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જવાહર નવોદય વિધાલયના VMC સંદર્ભે વાર્ષિક અજેંડા મીંટીગ યોજાઇ હતી. સી.કે.ઉંધાડ દ્રારા શાળામા થતી શાળાકીય એકટીવિટી, ઇતરએકટીવિટી તમામ બાબતોના મુદ્દાઓ પર ચર્ચા કરી જરુરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
ઇ.એમ.આર.એસ.તિલકવાડાના આચર્ય સુનિલ જિલોવાએ પાવર પોઇન્ટ પ્રેઝ્ન્ટેશન રજુ કરી વિદ્યાલયના શિક્ષણ કાર્ય, વ્યવસ્થાપન ભોજન, રહેઠાણ અને બાળકોના સર્વાંગી વિકાસ સાથે સંબંધિત બાબતો અંગે સલાહકાર સમિતિમાં લઇ તેમાં સુધારા-વધારા અંગેના સૂચનો લેવામાં આવતા હોવાની માહિતી સાથે સર્વગ્રાહી અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.
આ સમિતિ વિદ્યાલયની ગુણવત્તામાં સુધારો લાવવામાં અને શિક્ષણ સંબંધિત નીતિઓને જમીન પર અમલમાં મૂકવામાં મદદ કરે છે. તેમજ વિદ્યાલયની શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓની દેખરેખ રાખવી., વિદ્યાલયના વિકાસ અને સુધારા માટે સૂચનો આપવાનું. વિદ્યાલયના શિક્ષક, વિદ્યાર્થી, વાલીઓ અને સમુદાય વચ્ચે સારો સમન્વય સ્થાપિત કરવો., બાળકોની હાજરી, અધિગમ સ્તર (learning outcomes) અને નામાંકનમાં સુધાર માટે પ્રયત્ન કરવો, વિદ્યાલયની આવશ્યકતાઓ (જેમ કે બિલ્ડિંગ, સાધનો, પુસ્તકો, શૌચાલય વગેરે) માટે ભલામણ કરવી તેમજ સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓના અમલ કરવામા મદદરૂપ થવું તેવા ઉદ્દેશો સાથે VAC શિક્ષણક્ષેત્રે ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬ અન્યે દેશ અને રાજ્યમાં જવાહર નવોદય વિદ્યાલય કામ કરે છે. દેશમાં ૨૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ વિદ્યાલયો ચાલે છે જે અંતર્ગત ગુજરાત અને નર્મદા જિલ્લામાં આ વિદ્યાલયો કાર્યરત છે.





