BHARUCHNETRANG

ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીઓ મનસુખ વસાવા અને મોદી સરકારની સાથે, ભાજપનું રાજપૂત સમાજ સાથે સંમેલન

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૧/૦૫/૨૦૨૪

 

ભરૂચ વાગરા ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજેલી બેઠકમાં 500 થી વધુ આગેવાનોએ જોડાય રાષ્ટ્રહિતમાં કોઈની ખોટી વાતોમાં નહિ ભરમાઈ મોદી સરકારનો હાથ મજબૂત કરવા કટિબદ્ધતા બતાવી હતી.

 

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાના તમામ 9 તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઇ હતી.

 

રાજપૂત સમાજના જિલ્લાના 500 થી વધુ શ્રેષ્ઠીઓએ ક્ષત્રિય સમાજના ભાજપ જિલ્લા અધ્યક્ષ અને વાગરાના ધારાસભ્ય દ્વારા આયોજિત આ ટૂંકાગાળાની નોટિસમાં મળેલા સંમેલનમાં ભરૂચ જિલ્લામાં મનસુખ વસાવા અને મોદીને સહકાર આપવા હુંકાર કર્યો હતો.

 

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જિલ્લાના ક્ષત્રિય આગેવાનોને આવકાર આપી તેઓને સમાજ અને રાષ્ટ્રહિતમાં મોદી સરકારના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપની વહીવટી પાંખમાં આજે તેઓ સાથે ધારાસભ્ય અરૂણસિંહ સહિત સંગઠન, જિલ્લા, તાલુકા પંચાયતો સહિતમાં રાજપૂત સમાજને સ્થાન મળ્યું છે ત્યારે કોઈની ખોટી વાતોમાં ભરમાઈ નહિ જવા અપીલ કરી હતી.

 

ભરૂચના વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોને કોંગ્રેસ-આપની ખોટી વાતોમાં નહિ આવવા હિમાયત કરી હતી.

 

વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાએ સમાજના જિલ્લાભરના રાજપૂત આગેવાનોને કહ્યું હતું કે, રાજપૂત સમાજ મોદી સરકારની જેમ હંમેશા દેશહિતમાં અગ્રેસર રહ્યો હોય ત્યારે આ યોગદાનને આગળ ધપાવી ભાજપ પડખે રહી આગળ વધવા અનુરોધ કર્યો હતો.

 

ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ જિલ્લાના ક્ષત્રિય સમાજને ચૂંટણી નહિ પણ દેશની સુરક્ષા અને હિતમાં સદા અગ્રેસર રહેતા સમાજને વિરોધીઓથી ગેરમાર્ગે નહિ દોરાઈ મોદી સરકારના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી.

 

જિલ્લા રાજપૂત સમાજના શ્રેષ્ઠીઓ કિશન પરમાર, સંજયસિંહ સિંધાએ બેઠકમાં ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ મનસુખ વસાવા અને મોદીજીની સાથે હોવાનું સમર્થન આપ્યું હતું.

 

બેઠકમાં 500 થી વધુ રાજપૂત સમાજના આગેવાનો સાથે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડીયા, બળવંતસિંહ ગોહિલ સહિત જિલ્લા અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!