GUJARATMORBIMORBI CITY / TALUKO

Morbi:હીટ વેવને ધ્યાને લઈ મોરબી ચૂંટણી તંત્રએ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી

Morbi:હીટ વેવને ધ્યાને લઈ મોરબી ચૂંટણી તંત્રએ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ નોડલ અધિકારીઓને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા બુથ મુલાકાતના આપ્યા આદેશો

લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા મતદાનના દિવસે આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ હીટ વેવને ધ્યાને લઈ મતદાન મથક પર ફરજ નિભાવતા કર્મચારીઓ માટે મંડપ સહિતની જરૂરી વ્યવસ્થાઓ, બુથ પર તમામ નોડલ અધિકારીઓને મુલાકાત કરવા, મતદાન મથક પર સ્વચ્છતા બાબતે સમીક્ષા કરવા, વેબકાસ્ટિંગ કેમેરા, ચાર્જિંગ પોઈન્ટ માટેની વ્યવસ્થા તથા અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી.

નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચરએ તમામ બુથ પર પોલીંગ સ્ટાફ માટે વેલ્ફેર કીટ, મેડિકલ કીટ, તમામ બૂથ પર ORS મેડિકલ કીટ તથા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા, જે મતદાન મથક પર છાંયડાની વ્યવસ્થા ન હોય તેવી જગ્યાએ મંડપની વ્યવસ્થા તથા અન્ય વ્યવસ્થાઓ અંગે સંલગ્ન નોડલ અધિકારીઓને સુચના આપી હતી.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળાએ મતદાન મથક પર પંખા, ખુરશીની વ્યવસ્થા ગોઠવવા, શૌચાલય પર પાણીની વ્યવસ્થા પોલિંગ સ્ટાફની જમવાની વ્યવસ્થા ગોઠવવા, દરેક મતદાન મથક પર સહાયતા કેન્દ્ર, રાત્રી રોકાણ સ્ટાફને કીટ અને નાસ્તાની વ્યવસ્થા ગોઠવવા દરેક મતદાન મથક પર PWD મતદારો માટે વ્હીલચેર, વાહન તથા સહાયકની વ્યવસ્થાઓ ગોઠવવા નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં આચારસંહિતા(MCC) નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ. ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.ડી. કુગસિયા સહિત વિવિધ વિભાગ/કચેરીના વડાઓ હાજર રહ્યા હતા.

ચૂંટણી મામલતદારશ્રી જાવેદ સિંધી સહિત ચૂંટણી શાખાના અધિકારી/કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!