NANDODNARMADA

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં છેડછાડ કરી ૧૦ હજારની છેતરપીંડી ઝડપાઈ : પોલીસ ફરિયાદ દાખલ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં છેડછાડ કરી ૧૦ હજારની છેતરપીંડી ઝડપાઈ : પોલીસ ફરિયાદ દાખલ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારીને શંકા જતા આખુ કૌભાંડ ઝડપાયુ

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેકટની ટિકિટમાં છેડછાડ કરી રૂ.૧૦,૦૩૦/- ની સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે છેતરપિંડી કરવા બદલ પોલીસ મથકમાં ગુનો દાખલ

જુનેદ ખત્રી : રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે નાતાલની રાજાઓના દિવાસોમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટી પડ્યા છે તેવામાં નકલી ટિકિટનું કોભાંડ સામે આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટમાં છેડછાડ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને ૧૦ હજારનો ચૂનો ચોપડવાની કોશિશ સ્ટેચ્યુ ના જાગૃતિ સ્ટાફનાં કારણે નિષ્ફળ નીવડી છે જોકે પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરાયો છે

સમગ્ર ઘટના જોઈએ તો તા. ૩૦/૧૨/૨૦૨૧ના રોજ પુણેનાં પ્રાંજલી લાડ સહિત ૦૮ જેટલા પ્રવાસીઓ એકતા નર્સરી સ્થિત ટ્રાયબલ કાફેટેરીયામાં ભોજન કરી રહ્યા હતા તે સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ રોજીંદી કામગીરી અર્થે ત્યાં પહોંચ્યા હતા તે સમય દરમ્યાન આ ગૃપ પાસે રહેલી ટીકીટ શંકાસ્પદ જણાઇ આવેલ, જે ટીકિટ જોતા તેમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડલ્ટ ૦૮ તથા ચાઇલ્ડ ૦૮ ટિકિટ અને એકતા નર્સરી ટ્રાયબલ કાફેટેરીયાની ૦૮ ટિકિટ બૂકિંગ થયેલી જણાઇ હતી વાસ્તવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટથી એક સાથે વધુમા વધુ ૦૬ જ ટિકિટ જ બૂક થઇ શકે તેમ છે જેથી ઓફીસમાં ટિકિટ સર્વરમાં ચેક કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડલ્ટ ૦૧ તથા ચાઇલ્ડ ૦૧ ટિકિટ અને એકતા નર્સરી ટ્રાયબલ કાફેટેરીયાની ૦૨ ટિકિટ વાસ્તવમાં બૂકિંગ થયેલી હતી. જેથી આ ટિકિટમાં મોટી છેડછાડ માલુમ પડી હતી જેથી ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને પ્રવાસી પ્રાંજલી લાડ સહિતના પ્રવાસીઓની વધુ પુછપરછ કરતા તેઓ પાસેથી બીજી ૦૨ ટિકિટ મળી આવેલ જેમાં પણ છેડછાડ માલુમ થઈ હતી તમામ ટિકિટ જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નર્સરી કાફેટેરીયા,કેકટસ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન,જંગલ સફારી, રિવર રાફટીંગ, સાયકલીંગનો ઉલ્લેખ હતો.

પ્રવાસીઓ પાસેથી મળી આવેલ ટિકિટ જોતા તેમા છેડછાડ કરી ખોટો દસ્તાવેજ ઉભો કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને રૂ. ૧૦,૦૩૦/- ની છેતરપિંડી કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને આર્થિક નુકસાન પહોચાડયુ હોય  આ અંગે ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ હુકમ પ્રમાણે ટિકિટિંગ શાખાના નાયબ મામલતદાર સતિષ પ્રજાપતિએ કેવડીયા પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ ૪૨૦,૪૬૫,૪૭૧ આઇટી એકટ ની કલમ ૬૬(ડી) મુજબ પ્રાંજલી લાડ સહિત કૌભાંડમાં સામેલ અજાણ્યા લોકો વિરૂધ્ધ ફરિયાદ નોધાવેલ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ તરફથી અત્રે આવનાર તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસિય પ્રોજકટના પ્રવાસનું આયોજન કરો ત્યારે અમારી વેબસાઈટ www.soutickets.in પરથી જ ટીકિટ બૂક કરાવવાનો આગ્રહ રાખે, અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન statue of unity ticket official પરથી પણ ટીકિટ બૂક કરાવી શકાશે. વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર – 1800 233 6600 પર ફોન કરી શકો છો (મંગળવાર થી રવિવાર,સવારે 8.00 થી સાંજે 6.00 સુધી ).ઉલ્લેખનીય છે કે,પ્રવેશ સ્થળે અત્યાધુનિક મશિનરી દ્વારા ટીકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અને અત્રે ખાસ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક પ્રત્યેક ટીકિટ સ્કેન કરતા હોય છે એટલે છેડછાડ કરેલ ટીકિટ અથવા તો ડુપ્લીકેટ ટીકિટ તુર્તજ પ્રકાશમાં આવી જાય છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!