JETPURRAJKOT

જેતપુરમાં આખલાનો આતંક.આખલા સાથે રિક્ષા અથડાતા,બાળકોથી ભરેલી રિક્ષાએ મારી પલ્ટી

તા.૫ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

રાજ્યભરમાં રખડતાં પશુનો ત્રાસ છે. દરરોજ અનેક લોકોને તે હડફેટે લઈ રહ્યા છે અને લોકોના મૃત્ય તેમજ અકસ્માત થઈ રહ્યા છે. ક્યારેક વાહનના હડફેટે આવે છે તો ક્યારેક ચાલતા લોકોને હડફેટે લઈ ઇજાગ્રસ્ત કરે છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં બે આખલા વચ્ચેના યુદ્ધમાં વિદ્યાર્થી ઓની સ્કૂલ રીક્ષા ને હડફટ લીધી હતી. વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા પલ્ટી મારતા એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચી છે

રાજકોટ જિલ્લાના જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં આજે બપોરે 12 વાગ્યા આસપાસ બે આખલા યુદ્ધ પર ઊતરી આવ્યા હતા, જેમાં એક આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા રિક્ષા ઊંધી વળી ગઈ હતી, આથી વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ચિચિયારી કરવા માંડ્યા હતા. જોકે સદનસીબે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે

સીસીટીવી મુજબ, એક ગાય અને એક આખલો ટાકુડીપરા વિસ્તારમાં એક શેરીમાં ચાલીને જતા જોવા મળી રહ્યા છે. આજુબાજુમાંથી લોકો, વાહનચાલકો પણ પસાર થઈ રહ્યા છે. ગાય અને આખલો ચાલતાં ચાલતાં 20 ફૂટ જેવા આગળ જાય છે ત્યારે સામે એક કાળા કલરનો આખલો ઊભો જોવા મળે છે. આ આખલો ગાય અને આખલા પર હુમલો કરી દે છે. આ સમયે જ 10થી વધુ વિદ્યાર્થી ભરેલી રિક્ષા બાજુમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે.

પરંતુ કાળા રંગના આખલાની જોરદાર ઢીંકથી ગાય અને આખલો ઊલળીને રિક્ષા પર પડે છે, આથી રિક્ષા પલટી ખાઈને ઊંધી વળી જાય છે. રિક્ષા ઊંધી વળતાં જ વિદ્યાર્થીઓ ચિચિયારી કરવા લાગે છે, પરંતુ એ જ ક્ષણે આજુબાજુમાંથી લોકો દોડી આવે છે અને ઊંધી વળેલી રિક્ષાને ઊભી કરે છે. જોકે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચે છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

ઘટના બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્કૂલ રિક્ષાને સીધી કરવા પ્રયાસ કર્યો હતો. રિક્ષા પલટી જતાં બાળકને સામન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રખડતાં ઢોરોનો આતંક વધી રહ્યો છે. રખડતાં ઢોરોને અડફેટે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે, ત્યારે હવે રખડતા ઢોર રિક્ષા જેવા વાહનો માટે પણ જોખમી સાબિત થઇ રહ્યા છે. હાઇકોર્ટ દ્વારા અનેક આકરી ઝાટકણી કાઢવા છતાં હજુ પણ રસ્તાઓ પર રખડતાં ઢોરોનો આતંક વર્તાઇ રહ્યો છે.

આ બનાવથી વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા. જોકે બાજુના ઘરમાંથી દોડી આવેલા લોકોએ વિદ્યાર્થીઓને શાંત કર્યા હતા. સહેજમાં જ મોટી દુર્ઘટના સર્જાતા ટળતાં વાલીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.

બનાવથી ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોએ નગરપાલિકા પર રોષ ઠાલવ્યો હતો. જેતપુરમાં રખડતાં ઢોરને કારણે લોકો પરેશાન બની ગયા છે. રસ્તા પર પડ્યાપાથર્યા રહેતાં રખડતાં ઢોરને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે એવી ચર્ચા ઊઠી છે. રખડતાં ઢોરને લઈને નગરપાલિકા પણ યોગ્ય પગલાં લેતી ન હોવાનું લોકોનું કહેવું છે.

નગર પાલિકાનાં ચીફ ઓફિસર દ્વારા સમગ્ર બાબતે ઘટનાને વખોડવામાં આવી છે પરંતુ નગર પાલિકા દ્વારા ઢોર પકડવા માટે હાલ કામગીરી ચાલુ એ દરમિયાન આ સમગ્ર ઘટના બની છે જેતપુર શહેરમાં આ ઝુંબેશ ને વધુ વેગ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું પરતું નગર પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામા આવશે તે વાત લોકોના ગળે ઉતરતી નથી અને આ સમગ્ર ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!