HALOLPANCHMAHAL

હાલોલ:ઇદપર્વને લઇ યોજાતા મેળાની પરવાનગી તેમજ અ વ્યવસ્થા નાં સર્જાઈ તે માટે હાલોલ પોલીસ મથકે ચર્ચા વિચારણા કરાઇ.

તા.૨૭.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ટાઉન પોલીસ મથકે તા.૨૬ ને સોમવારના રોજ સાંજે ૬ કલાકે ઇદ પર્વને લઇ યોજાતો ઇદ મેળો અને મેળાનું આયોજન ના તકેદારી વ્યવસ્થાની જવાબદારી બાબત ને લઇ અને તે અંગે ની મંજુરી બાબતે મુસ્લિમો દ્વારા ચર્ચા બેઠક યોજાઈ હતી.આગામી ૨૯ જૂન ગુરુવારના રોજ ઇદુ-ઉલ-અદહા પર્વ ને લઇ મુસ્લિમ સમાજના લોકો પર્વ ની ઉજવણી કરવામાં માટે મેળા નું આયોજન હાલોલના પાવાગઢ રોડ પર આવેલ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રણ દિવસીય કરવામાં આવે છે.જે અંતર્ગત તકેદારી વ્યવસ્થા અંગે મંજૂરી મેળવવા તથા મેળામાં અવ્યવસ્થા નાં સર્જાઈ તે માટે મુસ્લિમ સમાજના લોકો હાલોલ પોલીસ મથકના પીઆઇ કે.એ.ચૌધરી ને મળી મેળા વિશે ની ચર્ચા કરવામાં આવી હતી.જોકે આ બાબતે આ અગાઉ તા.૨૪ જૂન ને શનિવાર નાં રોજ શાંતિ સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી.પરંતુ મેળામાં યોજાતા અને તે મેળામાં અ વ્યવસ્થા નાં સર્જાઈ તે માટે ૨૬ મી જૂન સોમવાર નાં રોજ મુસ્લિમ સમાજના લોકો મેળાની મંજુરી તેમજ વ્યવથા જવાબદારી બાબતેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!