GUJARATNAVSARI

Navsari: જિલ્લાના નાગરિકો”રન ફોર વોટ”માં રંગેચંગે જોડાયા, અવશ્ય મતદાન કરવા અનુરોધ કરતા કલેકટર ક્ષિપ્રા આગ્રે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ આજરોજ લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી “રન ફોર વોટ” ને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા  આગ્રેએ જણાવ્યું કે “રન ફોર વોટ” નો એકમાત્ર આશય નવસારી જિલ્લાના નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો છે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે આ એક જનજાગૃતિ માધ્યમથી સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ રેલીમાં જોડાનારા સૌએ નગરજનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરવા પ્રેરિત કર્યા હતા.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે  નવસારી જિલ્લામાં આયોજિત  “રન ફોર વોટ” નો એકમાત્ર આશય જિલ્લાના નાગરિકોને મતદાનના દિવસે સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. જ્યાં લોકતંત્રના પર્વને સફળ બનાવવા માટે સૌની ભાગીદારી સુનિશ્ચિત કરીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નોંધનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સમગ્ર રૂટ પર જરૂરી સુવિધાઓ અને સાથે પાણી, એનર્જી ડ્રીંક, ફ્રૂટ્સ સહિતની પણ સુવિધાઓ સ્પર્ધકો માટે ઉભી કરાઈ હતી.

મતદાન જાગૃતતાની આ અનોખી પહેલમાં જિલ્લા સંકલનના અધિકારી-કર્મચારીઓ, પોલીસ, વન વિભાગ, નગરપાલિકાના અધિકારીઓ, શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી વિભાગ, યોગબોર્ડ, નહેરુ યુવા કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ યોગ બોર્ડના પ્રતિનિધિઓ, જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત નાગરિકો પણ “રન ફોર વોટ” માં રંગેચંગે જોડાયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!