NANDODNARMADA

નર્મદા સાહિત્ય સંગમની સામાન્ય સભામાં ગુજરાતના સાહિત્યકારોનુ સંમેલન બોલાવવાનો ઠરાવ પસાર કરાયો.

નર્મદા સાહિત્ય સંગમની સામાન્ય સભામાં ગુજરાતના સાહિત્યકારોનુ સંમેલન બોલાવવાનો ઠરાવ પસાર કરાયો.

રાજપીપલાના જાણીતા નવલકથાકાર સ્વ. પ્રિયકાન્ત પરીખ માર્ગનુ નામકરણ કરવાનું નક્કી કરાયું

કવિ સંમેલન,કાવ્ય,વાર્તા લેખનશિબિર વર્કશોપ યોજવા અંગે તેમજ નર્મદાના સાહિત્યકારો નો પરિચય કોષ તૈયાર કરવા અંગે નક્કી કરાયું

રાજપીપલા : જુનેદ ખત્રી

ડેડીયાપાડા નજીક આવેલ ઈકો ટુરિઝમ સેન્ટર કુનબાર ખાતે નર્મદા સાહિત્ય સંગમની સામાન્ય સભા નેત્રંગ કોલેજના પ્રાધાપક ડૉ. જશવંતસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાનેતથા દીપક જગતાપના પ્રમુખ સ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં નર્મદાસાહિત્ય સંગમના સદસ્યોં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં મહામંત્રી એલ ડી વસાવાએ સૌનું સ્વાગત કરી નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. જયારે પ્રમુખ દીપક જગતાપે એજન્ડાના મહત્વના મુદ્દાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતભરના સાહિત્યકારો માટેનુ સંમેલન બોલાવવા માટેનો ઠરાવ કરી જરૂરી કાર્યવાહી કરવા અંગે નક્કી કરી સરકારમાં રજૂઆત કરવાનું તેમજ રાજપીપલાના જાણીતા નવલકથાકાર સ્વ. પ્રિયકાન્ત પરીખ માર્ગનું નામ ક૨ણ કરવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.એ ઉપરાંત જો આદિવાસી ભાષામાં લિપિ શોધાય તો આદિવાસી સાહિત્ય સમૃદ્ધ બને એનો ઠરાવ કરી આદિવાસી સાહિત્ય ને ઉજાગર કરવાંના કાર્યક્રમો ઉપરાંત

આગામી કાર્યક્રમો જેવાકે કવિ સંમેલન,કાવ્ય,વાર્તા લેખનશિબિર વર્કશોપ યોજવા અંગે તેમજ નર્મદાના સાહિત્યકારો નો પરિચય કોષ તૈયાર કરવો તેમજ માતૃભાષા દિવસ, કવિ સાહિત્યકારનો જન્મ દિવસ ઉજવવા અંગે કાર્યક્રમો સેમિનાર યોજવા બાબતે વિસ્તૃત ચર્ચા થઈ હતી.તેમજ નર્મદા સાહિત્ય સંગમ સાથે અન્ય સાહિત્ય સંસ્થાને જોડી સાહિયારા કાર્યક્રમો યોજવાનુ નક્કી કરાયું હતું. પ્રમુખ સ્થાનેથી રજુ થયેલા મુદ્દાઓમાં પ્રમુખ દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમદ્વારા
શાળા કોલેજમા સાહિત્ય કારોના જન્મદિવસે કાર્યક્રમો યોજવા,
પુસ્તક પરબ ઉભી કરવી,
સાહિત્યિક પ્રવાસ ગોઠવવો,17એપ્રિલ હાઈકુ દિવસ ઉજવવો,એ ઉપરાંત યુવક મહોત્સવમાં સાહિત્ય સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે વિદ્યાર્થીઓ ને તૈયાર કરવાતથા
ઉનાળુ વેકેશનમાં સાહિત્ય લેખન શિબિર યોજવા અંગે ચર્ચા હાથ ધરી હતી.

આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમના સદસ્ય કવિ મિત્રો
૨ાકેશ સગ૨, ઘનશ્યામ કુબાવત,હરિવદન પાઠક,લાલસીંગ વસાવા, સોનલ પંચાલ, પ્રા. ડૉ.જશવંતસિંહ રાઠોડ,ડૉ. અરવિંદ મયાત્રા, હિરાજ વસાવા,ચંદ્રસિંહ નાઈક, જનકસિંહ મોરી, ભરતભાઈ પરમાર,અનિલ મકવાણાએ કાવ્યરચનાનુ રસપાન કરાવી માહોલ ઉભો કર્યો હતો. અધ્યક્ષ સ્થાનેથી ડૉ.ડૉ.જશવંતસિંહ રાઠોડે નર્મદાસાહિત્ય સંગમની પ્રવૃતિઓને બિરદાવી સાહિત્યમાં રસ ધરાવતા રસીકો યુવાનોને જોડવા તથા લોકોને દિલને સ્પર્શે તેવું સાહિત્ય પ્રવૃતિઓમાં જોડવા અનુરોધ કરી સંસ્થાની પ્રવૃતિઓવધુ વેગવાન બને તે માટે શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!