SURENDRANAGARTHANGADH

થાન અમરાપર રોડ પર વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ

તા.26/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં ચોરી લૂંટફાટ મારામારી અને વ્યાજખોરોના ત્રાસ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જઈ રહ્યા છે ત્યારે ચિંતાનો વિષય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં વધુ એક વખત વ્યાજ ખોરોનો આંતક સામે આવ્યો છે યુવકને વ્યાજવા પૈસા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરવામાં આવતા યુવકે ઝેરી દવા પી લઈ અને અને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં રહેતા હરેશભાઈ નામના યુવકે ઝેરી દવા પી લઈ અને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો છે ત્યારે થોડા સમય પહેલા 50000 રૂપિયા વ્યાજવા લીધા હતા અને વ્યાજે લીધેલા પૈસા પરત ન આપી શકતા અને વ્યાજખોર દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોય અને ટોચર કરવામાં આવતી હોવાના કારણે આ ઝેરી દવા પી લે અને આત્મહત્યાનો પ્રયાસ કર્યા હોવાનું સગા સંબંધીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે હાલમાં યુવકને સારવાર માટે પ્રથમ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ રીફર કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે ચકચારી ઘટના સામે આવતા ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં વ્યાજખોરોનો આંતક સામે આવ્યો છે થાન અમરાપર રોડ ઉપર આવેલ એક સીરામીક ઉદ્યોગના કારખાનામાં ઝેરી દવા પી લઈ અને યુવક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મટી જવા પામ્યો ત્યારે આ મામલે હાલમાં તપાસ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે જોકે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા સમયે યુવક પાસે રહેલા આધાર કાર્ડ પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ લઈ ગયા હોવાનું બહાર આવ્યું છે આ અંગે તપાસનો વિષય બની રહ્યો છે ત્યારે થાન પંથક માં યુવકને માનસિક ટોચર આપવા મામલે ઝેરી દવા પીધી હોવાનું પરિવાર જનો જણાવી રહ્યા છે જોકે આ અંગે તપાસ કામગીરી હાથ ધરી અને કોણ આ વ્યાજખોર છે તેની સમગ્ર વિગત ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરનાર યુવક ભાનમાં આવશે ત્યારબાદ તમામ ખબરો સામે આવશે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!