INTERNATIONAL

ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકાએ અટકાવી રાખેલા વિમાનમાં 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા

ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકાએ અટકાવી રાખેલા વિમાનમાં સવાર મુસાફરોમાંથી ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે. 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે. આ તમામ લોકો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

સીઆઈડી ક્રાઈમ આ તપાસમાં જોડાઈ છે. આ મુસાફરો હાલ તો ફ્રાન્સથી મુંબઈ પહોચ્યાં છે. આ તપાસમાં 4 ડીવાયએસપી સહીત 16 પોલીસ અધિકારીઓ કબૂતરબાજીના કામમાં જોતરાયા છે. તપાસમાં તમામ યાત્રીઓના પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. અને એજન્ટોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતીઓને વિદેશ મોકનારા એજન્ટોને લઈને તપાસ શરૂ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે 303 યાત્રીઓ સાથે દુબઈથી નિકારાગુઆ જવા નીકળેલી ફ્લાઈટ ઈંધણ ભરાવવા ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકાઈ હતી. ત્યારે માનવ તસ્કરીની શંકાના આધારે ફ્લાઈટને વેટ્રી એરપોર્ટ પર જ રોકી દેવાઈ હતી. અને આખરે, ત્રણ દિવસ સુધી સતત તપાસ બાદ ફ્લાઈટને ઉડાન ભરવાની મંજુરી અપાઈ હતી.

3૦૦થી વધુ ભારતીયો માંથી 21 જેટલા ગુજરાતીઓ પ્લેન મારફતે મેક્સિકો બોર્ડર મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરવાના હતા. સમગ્ર કબૂતરબાજીમાં ભારતીય દૂતાવાસ તરફથી સૂચના મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવશે. ફ્રાન્સમાં રહેલી ઇન્ડિયન એમ્બેસીને તમામ મુસાફરોની વિગતો મોકલવામાં આવશે ત્યારબાદ ઇન્ડિયન એમ્બેસી મિનિસ્ટરી ઓફ હોમ અફેર્સને જાણ કરશે. દિલ્હી હોમ અફેર્સ દ્વારા ગુજરાત હોમ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 22 ડિસેમ્બરે સાઉદી અરેબિયાના દુબઈ એરપોર્ટથી નિકારાગુઆ (Nicaragua) જઈ રહેલી ફ્લાઈટ ઈંધણ ભરાવવા ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માનવ તસ્કરીની આશંકા જતા એરપોર્ટ પર પોલીસનો કાફલો ખડકી ફ્લાઈટને અટકાવી દેવાઈ હતી. અધિકારીઓને બાતમી મળી હતી કે, ફ્લાઈટમાં બેઠેલા ભારતીય સહિતના લોકો માનવ તસ્કરીનો ભોગ બની રહ્યા છે, ત્યાર બાદ ફ્લાઈટને અટકાવી દેવાઈ હતી.

પેરિસના સરકારી વકીલોના કાર્યાલયે કહ્યું કે, એક અજાણી માહિતી મળ્યા બાદ ફ્લાઈટને અટકાવાઈ હતી. આ ફ્લાઈટ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ ચાર્ટર્ડ રોમાનિયાની વિમાન કંપનીનું હોવાનું પણ સામે આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!