
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ/વાંસદા
ડાંગનું રત્ન તરીકે ઓળખ મેળવેલ પર્વતારોહક ભોવાનભાઈ રાઠોડ માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે ખૂબ જ મુશ્કેલ ટ્રેનિંગ લઈ રહેલ છે.ત્યારે ડાંગ જિલ્લાના ગૌરવ તેમજ શ્રમજીવી પરિવારમાંથી આવતા ભોવનભાઈ જયરામ રાઠોડ એ દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટનાં ટોચ પર જવા માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને સખત મહેનત કરી રહ્યા છે.ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં ચિરાપાડા ગામના ભોવાનભાઈ જયરામભાઈ રાઠોડે દુનિયાના સૌથી ઉંચા શિખર, માઉન્ટ એવરેસ્ટને ફતેહ કરવાનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે ગુજરાત સરકાર દ્વારા ચાલતી કઠિન પર્વતારોહણ તાલીમમાં ભાગ લઈ રહેલા ભોવાનભાઈએ હાલમાં જ ડાંગ રત્ન એવોર્ડથી સન્માનિત થયા છે.આ પર્વતારોહણ શિબિરમાં ભાગ લેતા તમામ ટ્રેનરો વચ્ચે યોજાયેલી 8 કિલોમીટરની દોડ સ્પર્ધામાં ભોવાનભાઈ રાઠોડે માત્ર 28.13 મિનિટમાં આ સ્પર્ધા પૂરી કરીને સિલ્વર મેડલ જીત્યો છે.આ સિદ્ધિથી તેમણે ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.ત્યારે ભોવાનભાઈ રાઠોડે જણાવ્યું કે, “ડાંગના યુવાનોમાં ઘણી બધી પ્રતિભાઓ છુપાયેલી છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન અને સપોર્ટ મળે તો તેઓ ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે છે.”




