MEHSANAVIJAPUR

વિજાપુર પાલિકા હદ વિસ્તારના રોડ અને આર એન બી હદ વિસતર ના જવાહર ચોક થી નગર પાલિકા બગીચા રોડ પર પડેલા ખાડાઓ પૂરવા જાગૃત નાગરીકો ની માંગ

વિજાપુર પાલિકા હદ વિસ્તારના રોડ અને આર એન બી હદ વિસતર ના જવાહર ચોક થી નગર પાલિકા બગીચા રોડ પર પડેલા ખાડાઓ પૂરવા જાગૃત નાગરીકો ની માંગ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ચક્કર થી બસ ડેપો જૂના શાકમાર્કેટ અને
જવાહર ચોકથી લઈને નગરપાલિકા બગીચા આગળ નો રોડ ખત્રીકૂવા થી ચક્કર ચક્કર થી દોશીવાડા વૈધનો માઢ ચક્કર થી આંબેડકર ચોક સુધીનો રસ્તો બિસ્માર છેલ્લા ઘણાં સમય થી બિસ્માર હાલત માં છે. જેના કારણે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓ મજૂરી કરતા લારીઓ વાળાઓને અવર જવર માટે તકલીફ પડે છે. જાગૃત નાગરીકો દ્વારા તંત્ર અને પાલિકા ને મૌખિક લેખીત જાણ કરવા માં આવી હોવા છતાંય પાલિકાને અને તંત્ર ઊંઘ ઊડતી નથી સત્વરે રોડ ઉપર પડેલા ખાડા કે કામ કરવા માં આવતો નથી વરસાદ પડવા થી રોડ ઉપર પડેલો નાનો ખાડો મોટો ખાડો બની ગયો છે જૂના શાકમાર્કેટ ડેપો તરફ જવાના માર્ગ મા પડેલા ખાડા કપચી જેવો માલ નાખી થોડા દિવસ પૂર્વે પૂરવા માં આવ્યો હતો. હાલ માં તે પણ ઉબડ ખાબડ વાળો બની ગયો છે. આર એન બી વિભાગ મા આવતો જવાહર ચોક થી નગરપાલિકા બગીચા તરફ ના રોડ ઉપર પડેલા ખાડા માં ગાડી પટકાઈ ને બંધ પડી જતાં છેવટે ગાડી ચાલુ નહિ થતાં ગાડી ચાલક કંટાળીને ગાડી મૂકીને હિંમતનગર ચાલ્યો ગયો હતો. આ રોડ આર એન બી વિભાગ મા આવતો હોવાથી આર એન બી વિભાગ ને જાણ કરતા અધિકારી ઘટના સ્થળે આવી પોહચ્યા હતા. ગાડી મૂકી ને ચાલ્યા જનાર ગાડીના માલિકને સંપર્ક કર્યો હતો.આ બાબતે આર એન બી અઘિકારી એ જણાવ્યું હતુંકે કે આ ગાડી હટી જશે ત્યાર પછી પછી ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવા માં આવશે આ અગાઉ પણ વરસાદ ના ધોવાણ થી પડેલા ખાડા ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ ફરી વરસાદના કારણે ધોવાણ થઈ જતા ફરીથી ખાડા પડી ગયા છે. જેની સત્વરે કામગીરી કરાશે જ્યારે પાલિકા હદ વિસ્તાર ના રોડ ઉપર ના ખાડા મસ મોટા બની ગયા છે. તે ક્યારે પુરાશે તેવા નગરજનો માં પ્રશ્ન ઉઠી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!