BHARUCHGUJARAT

અંકલેશ્વર : મામલતદાર કચેરી ખાતે મતદાન વધારવા માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

અંકલેશ્વર : મામલતદાર કચેરી ખાતે મતદાન વધારવા માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૮/૦૪/૨૦૨૪

 

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત તા. ૭ મે ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ મેનેજમેન્ટ કમિટીના ભરૂચ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સ્વીપની ટીમ દ્વારા જિલ્લાભરમાં ઠેર ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે તા. ૮ એપ્રિલના રોજ મતદારો માટે રેશનકાર્ડધારક-નામ કમી કે સુધારા વધારા,e-Kyc માટે આવેલ અરજદારોને લોકસભાની ચૂંટણીમાં નિષ્પક્ષ અને નિર્ભયતાથી મતદાન કરે અને પોતાના સહ પરિવારને પણ ચૂંટણીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરે તે માટેના શપથ લેવડાવામાં આવ્યા હતા. આ પ્રસંગે મતદાનનો અધિકાર અને વધુમાં વધુ મતદાન થાય તે માટેનો જાગૃતિ સંદેશ અન્ય લોકો સુધી પહોંચાડશે

.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!