
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા ખાતે તત્સત્ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા વિધાર્થીઓ ને ચોપડાનું વિતરણ કરાયું
શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા તા.ભિલોડા માં આજરોજ તત્સત્ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી શાળાના ધોરણ 9અને 10 ના તમામ વિદ્યાર્થીઓને ચોપડાનું વિદ્યાદાન કરવામાં આવ્યું આ તબક્કે ટ્રસ્ટના પીન્ટુભાઇ પટેલ, તેમજ સંજયભાઈ પટેલ( વકીલ ) ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ તેમજ શાળા સ્ટાફ મિત્રો દ્વારા પીન્ટુભાઇ પટેલ તેમજ સંજયભાઈ પટેલ સાહેબનું શાબ્દિક તેમજ સુતરની ઓંટીથી સન્માન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી તેમજ મારા પરમ મિત્ર એવા પિન્ટુભાઈ પટેલે શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયિક વક્તવ્ય તેમજ આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને વિદ્યાદાન કરવા બદલ સંસ્થા અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.




