JETPURRAJKOT

સંભવિત બિપરજોય વાવાઝોડ સંદર્ભે રાજકોટ પાણી પૂરવઠા વિભાગ સંપૂર્ણ તૈયારીઓથી સજ્જ

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પીવાના પાણીની વ્યવસ્થા, રીપેરીંગ માલસામાનનો સ્ટોક સહિત પુરતા મેનપાવર સાથે ક્ષેત્રીય કચેરીઓ સ્ટેન્ડ બાય

સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના દરેક વિભાગો સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રાજકોટ જિલ્લાના કુલ ૫૭૨ ગામોને જૂથ યોજના મારફત પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે ત્યારે વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડ બાદ પાણી પુરવઠાનું સાતત્ય જળવાઈ રહે તે માટે કાર્યપાલ ઈજનેરશ્રી કચેરી, રાજકોટ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યપાલ ઈજનેરશ્રીએ વાવાઝોડા સંદર્ભે કરેલી આગોતરી કામગીરી અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડાને કારણે જો પાણી પુરવઠો ખોરવાય તો ઝડપી પુર્વવત કરવો આવશ્યક છે તેથી ક્ષેત્રિય કચેરી મારફત મરામત અને નિભાવણીની એજન્સીઓને પૂરતો મેન પાવર અને રીપેરીંગ માલસામાનનો સ્ટોક રાખવા જણાવાયું છે. વાવાઝોડા પહેલા જૂથ યોજનામાં સમાવિષ્ટ ગામોને મહત્તમ પાણી પુરવઠો પુરો પાડી ગ્રામ્ય સ્તરના સ્ટોરેજ તથા હેડવર્ક અને સબ હેડવર્કના સ્ટોરેજને ફુલ કંન્ડીશનમાં રાખવા સુચના આપવામાં આવી છે.

વધુમાં વાવાઝોડા દરમિયાન પાણી પુરવઠાની સ્થિતિના જિલ્લા લેવલે નિયમન અને અવલોકન માટે બે કન્ટ્રોલરૂમ ૨૪x૭ કલાક કાર્યરત રહે એ રીતે આયોજન કર્યું છે. વીજપુરવઠો ખોરવાવાના સંજોગોમાં કે જુથ પાણી પુરવઠા યોજના ખોરંભે પડવાની સ્થિતિમાં કન્ટ્રોલ રૂમ ફો.નં. ૮૧૬૦૯૯૨૭૦૪/૯૯૭૮૪૦૬૮૦૩ પરથી સમગ્ર વ્યવસ્થા જાળવવામાં આવશે. પાણી પુરવઠો પુર્વવત થવાની સ્થિતિમાં વધુ સમય લાગે તેમ હોય તો તેવા સંજોગોમાં ટેન્કરથી પાણી પુરવઠો શરૂ કરવા માટે ક્ષેત્રિય કચેરી મારફત સુચના આપવામાં આવેલ છે. તેમજ હેડવર્ક અને સબ હેડવર્ક પર વીજ પુરવઠો ખોરવવાની સ્થિતિમાં વીજ વિભાગને તુરંત સંપર્ક કરી શકાય એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમ શ્રી કાર્યપાલક ઈજનેરશ્રી રાજકોટએ જણાવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!