NATIONAL

સિદ્ધારમૈયાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના લીધા શપથ, ડી,કે.શિવકુમાર બન્યા ડે. સીએમ

કર્ણાટકમાં કોંગ્રેસે બહુમતિ મેળવ્યા બાદ સીએમ પદને લઈને થયેલા મનોમંથન પછી સિદ્ધારમૈયા CM પદના શપથ લીધા છે. જ્યારે ડે.સીએમ તરીકે ડી.કે. શિવકુમારે શપથ લીધા છે. બેંગલુરુના કાંતિરાવા સ્ટેડિયમમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોત આ બંને નેતાઓને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે.કર્ણાટકમાં આયોજિત કોંગ્રેસના આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની સામે રાહુલ ગાંધીએ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાના હાથ પકડીને લોક અભિવાદન ઝીલ્યું હતું.

આ બંને નેતાઓ ઉપરાંત કોંગ્રેસના અન્ય 8 નેતાઓ શપથ લઈ શકે છે. ડો. પરમેશ્વર, કે.એચ. મુનિયપ્પા, કેજે જ્યોર્જ, એમબી પાટીલે કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર પ્રિયાંગ ખડગે સહિત સતીશ જારકીહોલી, રામલિંગા રેડ્ડી અને ઝમીર અહેમદ ખાન વગેરેએ મંત્રીપદના શપથ લીધા છે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!