GUJARATJETPURRAJKOT

Rajkot: બોરસદ તાલુકાના જંત્રાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી

તા.૯/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

નાયબ મુખ્ય દંડક શ્રીના હસ્તે વિવિધ યોજનાના લાભોનું વિતરણ

Rajkot: દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકીય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રથના માધ્યમથી છેવાડાના લાભાર્થીઓ સુધી યોજનાના લાભ અને સરકારની યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવી રહી છે.

આણંદ જિલ્લામાં ગત તા. ૩૦ મી નવેમ્બરથી પ્રારંભ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરીને લોકોને સરકારી યોજનાઓના લાબો ઘર આંગણે પહોંચાડી રહી છે. બોરસદ તાલુકાના જંત્રાલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિત રહી લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદ્દેશ્ય અને મહત્વતા સમજાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં અવિરત ગતિએ થઈ રહેલા વિકાસમાં સહભાગી બનવા સૌને અપીલ કરી હતી.

કાર્યક્રમના ભાગરૂપે મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો માટે પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં વિકસિત ભારત માટેનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો વિડીયો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો.

નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગતગીત રજુ કરવામાં આવ્યું હતું તેમજ પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા માટે શાળાની બાળાઓ દ્વારા “ધરતી કહે પુકાર કે” નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી હેતલ ભાલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબિસિંહ રાજપુત, પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, શાળાના સ્ટાફગણ તથા બાળકો, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!