CHIKHLINAVSARI

બિન-સરકારી સંસ્થાના(NGO) ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની આવકોની તપાસ જરૂરી.

સબ….
બિનનફા નાં હેતુંથી લોક ઉપયોગી થવા અસ્તિત્વમાં આવતી સંસ્થાઓ અનેક ઘણો નફો કરી રહીં હોય એમ પ્રતિત થઈ રહ્યું છે.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

બિન સરકારી સંસ્થા (NGO) નું મુખ્ય કાર્ય લોક ઉપયોગી થવું હોય છે. જ્યારે આવી સંસ્થાઓ ની મુખ્ય કોઈ નિશ્ચિત અથવા ઔપચારિક વ્યાખ્યા નથી.જ્યારે ઘણી ખરી સંસ્થા આ મુખ્ય ઉપદેશ હાલ ભૂલી ગઈ હોય એમ પ્રતીત થઇ રહ્યું છે. બિનનફો મેળવી અને ડોનેશનો અને બીજા કાર્ય કરી લોકો ને ઉપયોગી બનવાનું મુખ્ય ઉપદેશ આ સંસ્થાઓ નો હોય છે.જ્યારે સરકારની ઘણી ખરી યોજનાઓ લોકો સુઘી પહોંચે એના માટે સરકારી તંત્ર દ્વારા એક વ્યવસ્થા ના ભાગ રૂપે આવા એન.જી.ઓ અને સંસ્થા ને સરકારી કામો ની ફાળવણી કરવામાં આવે છે. જ્યારે આ સંસ્થા ના સંચાલકો દ્વારા એનો ગેરલાભ ઉઠાવવા માં આવી રહ્યો હોય એમ પ્રતીત થાય છે. આવા સંસ્થાઓ સરકારી કામો અને યોજનાઓ લોકો સુઘી પહોચાડી એ યોજના સરકારીશ્રી દ્વારા ફાળવવામાં આવતા પૈસા માંથી મોટો નફો મેળવે છે એમ હાલ કહી શકાય? જ્યારે આ સંસ્થાઓ બિનનફાનાં ઉદ્દેશ થી અસ્તિત્વ માં આવતી હોય છે. તો એમાં થી થતા લાભ નો શું ઉપયોગ કરવામાં આવે છે. એ એક તપાસ નો વિષય બની ગયો છે? જ્યારે હાલ આવી સંસ્થાઓ તાલુકા કે જિલ્લા પૂરતી જ નહિ પણ સમગ્ર રાજ્ય માં જે સરકારી કામો કરતી સંસ્થાઓ ની જો તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો સરકારી પૈસા નો થતો દૂર ઉપયોગ બહાર આવે એમ છે. જે સંસ્થાઓ ના સંચાલકો દ્વારા આવા એન.જી.ઓ અને સંસ્થા બનાવી સરકાર અને વહિવટી તંત્ર ના હોદેદારો ને વિશ્વાસ માં લઈ મોટો ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવે છે. જ્યારે એવા બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે સ્વચ્છ છબી ધરાવતી સરકાર હાલ આવી સંસ્થાઓ કે જેમનું મુખ્ય કાર્ય લોકો ને નિશ્વાર્થ ભાવે ઉપયોગી થવું કુદરતી હોનારતો હોય કે પછી લોક જાગૃતી ના કાર્ય હોય કે પછી આમ જનતા ને પડતી હાલાકી માંથી એમને મદદ રૂપ થવાનો મુખ્ય આશ્રય હોય છે. તો પછી લાખો કરોડો ના સરકારી પ્રોજેક્ટ ના કામો મેળવી અને એમાથી થતી સંસ્થા ની આવક નું શું ઉપયોગ માં લઇ રહ્યા છે એ જાણવું જરૂરી બની રહ્યું છે. જ્યારે સરકાર આવી સંસ્થાઓ ને આર્થિક લાભ થાય અને એ લાભ લોકોના ઉપયોગ માં લઇ શકે એના માટે આવી સંસ્થાને કામગિરી ની સોપણી કરે છે. ત્યારે આવી સંસ્થા ના સંચાલકો ની આવક ની તપાસ હાલ જરૂરી જણાય રહી છે.બિન સરકારી સંસ્થાઓ (NGO) નાં સંચાલકો દ્વારા કરવામાં આવતી કામગીરી અને બિન સરકારી સંસ્થાઓ ની ઘણી ખરી ભૂમિકા તપાસવી જરૂરી બની રહી છે. જ્યારે બિન સરકારી સંસ્થા બિનનફા નાં ઉપદેશ સાથે અને લોકો ની સેવા માટે ની હોય છે. જ્યારે છેલા કેટલા સમયથી આવી સંસ્થાઓ દ્વારા સરકારી યોજનઓ દ્વારા ફાળવવામાં આવતા કામો મેળવવા અનેક પ્રયત્નો કરી કામો મેળવી રહી છે. જ્યારે આ સંસ્થા ના સંચાલકો પોતાનો વિકાસ કરવા માટે આવી સંસ્થા ના પડદા પાછળ રહીને આર્થિક લાભ લઈને સંસ્થા ના હોદેદારો પોતાનો જ વિકાસ કરી રહ્યા હોય એમ કહી શકાય ખરું? જ્યારે છેલ્લા ઘણા સમયથી એન.જી.ઓ ના નામ પર પોતાની દુકાન ખોલીને બેસેલા સંસ્થાપકો ની તપાસ હાથ ધરવામાં આવે એ હાલ જરૂરી જણાઈ રહી છે. ત્યારે એક સૂત્ર દ્વારા માહિતી મળેલ હતી કે અમૂક લોકો તો એક નહી બે નહી પણ પરદા પાછળ રહી અનેક સંસ્થા ચલાવી પોતાનો જ વિકાસ કરી રહ્યા છે. જ્યારે ઉચ્ચ કક્ષ ના હોદેદારો અને એમનાં મળતીયા આવી સંસ્થાનું ઓઠું બતાવી સરકારી યોજનાઓના કામો મેળવી પોતાના જ વિકાસ કરી રહ્યા હોય એમ કહી શકાય ખરું? જ્યારે એન.જી.ઓ દ્વારા દર્શાવવામાં આવેલ એમનું મુખ્ય ઉદ્દેશ પર શું આવી સંસ્થાઓ કામ કરી રહી છે કે કેમ એ તપાસવું હાલ જરૂરી વરતાઈ રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર આવા એન.જી.ઓ ની તપાસ કરી યોગ્ય પગલા લે એ જરૂરી જણાઈ રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં વહીવટી તંત્ર શું પગલાં લેશે એ જોવું રહ્યું.

બોક્સ:૧
હાલ ઘણા એન.જી.ઓ સમાજ સુધારા અને લોક ઉપયોગી કાર્યો ખૂબ સારી રીતે કરી રહ્યા છે. જ્યારે અમૂક સંસ્થાઓ ના સંચાલકો જાણે પોતાનો જ વિકાસ કરવા માટે આ એન.જી.ઓ કે સંસ્થા ના નામ પર દુકાન ખોલીને બેઠાં હોય એમ પ્રતીત થાય છે. ત્યારે વહિવટી તંત્ર આ બાબત ને ગંભીતાપૂર્વક લઈ તલસ્પર્શી તપાસ કરે એ જરૂરી જણાય રહ્યું છે.

બોક્સ:૨
એન.જી.ઓ સંસ્થાઓ કયા કાર્ય કરવા માટે અસ્તિત્વ માં આવી છે. જ્યારે એમનો મૂખ્ય સિદ્ધાંત પર શું આ સંસ્થા કામ કરી રહી છે. એ તપાસવું હાલ ખૂબ જરૂરી બન્યું છે. જ્યારે લોક ઉપયોગી થવા બનતી સંસ્થાઓ ક્યાં ક પોતાનો જ વિકાસ તો નથી કરી રહીને?

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!