HALOLPANCHMAHAL

શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ દ્વારા બ્લડ બેન્કનું ઉદઘાટન કરાયું.

તા.૧૯.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર નું તેમજ શ્રી પન્નાલાલ માણેકલાલ પરીખ ની પ્રતિમાનું અનાવરણ આજે રવિવાર નાં રોજ વિધિવત રીતે પ.પૂ.ગોસ્વામી ૧૦૮ ડૉ.વાગીશકુમાર મહોદય શ્રી નાં કર કમલો દ્વારા તેમજ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમાર ,પોલીકેબ કંપની નાં ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી,વડોદરા ભાજપા શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ(ઇન્દુ બ્લડ બેંક),હાલોલ નગર પાલિકા પ્રમુખ શીતલભાઈ પટેલ,તાલુકા પંચાયત નાં પ્રમુખ મહેન્દ્રભાઈ ચાવડા, તેમજ પોલીકેબ કંપની નાં નીરજભાઈ કુંદનાની,પંચમહાલ સહકારી સંઘનાં ડિરેક્ટર મયૂરધ્વજસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાલોલ નગરનાં ડોકટરો,દાતાશ્રીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ની શરૂઆત મંગલા ચરણ તેમજ દીપ પ્રાગટ્ય કરી આરંભ કરવામાં આવ્યો હતો શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ આશરે ૬૦ વર્ષ ઉપરાંત થી આરોગ્ય લક્ષી સેવાઓ જેવીકે પ્રસુતિ ગૃહ,જનરલ હોસ્પિટલ,ડેન્ટલ હોસ્પિટલ,ડાયાલિસિસ સેન્ટર, ફિજીયોથેરાપી સેન્ટર ઉપરાંત હાડકાના,ચામડીના માનસિક રોગો નાં દર્દીઓ માટે નિષ્ણાત ડોકટરો દ્વારા રાહત દરે સેવાઓ પૂરી પાડવામાં આવે છે.હાલોલ નગર સહિત તાલુકાના દર્દીઓના બ્લડ માટે તકલીફ વેઠવાનો વારો આવતો હોવાને લઈ સંસ્થાના પ્રમુખ ભરતભાઇ પરીખ તેમજ તેમની ટીમે અથાર્થ પ્રયત્ન કરી સવા કરોડ નાં ખર્ચે ઉભુ કરવામાં આવેલ બ્લડ સેન્ટર માં પોલીકેબ સોશીયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ૭૦ લાખ રૂપિયા જેવી માતબર રકમનું અનુદાન મેળવી આ બ્લડ સેન્ટર ને આજે કાર્યરત અને દર્દીઓના ઉપયોગ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.સાથે સાથે હોસ્પીટલ નાં પટાંગણ માં હાલોલ શહેર નાં સ્વતંત્ર સેનાની સ્વ.પન્નાલાલ માણેકલાલ પરીખ ના પ્રતિમાનો અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.યોજાયેલ કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખ ભરતભાઇ પરીખે સ્વાગત પ્રવચન કર્યું હતું.જ્યારે અતુલભાઈ શેઠે સંસ્થાનો ચિતાર રજૂ કર્યો હતો.ભાવિન પરીખ,દીપેશ તલાટી એ મહેમાનોનું સ્વાગત તેમજ મોમેન્ટો અર્પણ કર્યું હતું.જ્યારે ભાસ્કરભાઈ દેસાઇ એ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!