
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલની છત જર્જરિત : મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ..? વિડિઓ વાયરલ
શિક્ષણને ગુણવંત્તા યુક્ત બનાવવા માટે અવનવી પદ્ધતિઓ તો અપનાવવામાં આવે છે અને નવીન શિક્ષણની વાતો કંઈક અલગજ છે પણ શું વિધાર્થીઓ ને પ્રાથમિક જરૂરિયાત જ પુરી ના થાય તો પછી નવીન શિક્ષણ નીતિના દાવા ખોટા સાબિત થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે
થોડા દિવસ પહેલા જ અરવલ્લી જિલ્લામાં જર્જરિત અને વરસાદી પાણીમાં ભણતા વિધાર્થીઓ નો વિડિઓ વાયરલ થયો હતો હવે જોખમી છત ધરાવતી શાળાનો વિડિઓ વાયરલ થતા જિલ્લામાં શિક્ષણ ની દુર્દશા શરમમાં મૂકી દે તેવી ઘટનાઓ સામે આવતા જિલ્લાનું શિક્ષણ નગરીનું નામ શરમમાં જુકી જાય તો નવાઈ નહીં
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જ્યાં 1થી 5 ધોરણ ની શાળા આવેલી છે અને ત્યાં માત્ર બે વર્ગખંડો આવેલા છે અને હાલ મળતી માહિતી મુજબ 34 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાના એક ખંડમાં ધાબાની છત જર્જરિત હાલતમાં છે અને છતના પોપડા પણ ટુટી ગઈ નીચે પડ્યા હોવાનો વિડિઓ સામે આવ્યો હતો જેને લઇ શાળાની છત ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં છે મળતી માહિતી મુજબ ગણી વાર અરજીઓ આપ્યા છતાં નવા બાંધકામ ની હજુય મંજૂરી મળી નથી તેવી પણ માહિતી પ્રાપ્ત થઇ છે. આશરે 6 વર્ષ થી રીપેરીંગ કામ કરવામાં આવે છે જો સંજોગવશ શાળા નું ધાબુ તૂટી પડે અને કોઈ બાળક હાની પહોંચે તો જવાબદારી કોણ…? ગત રાત્રી એ વરસાદ પડતાં. સ્કૂલ ના ધાબા ના પોપડા તુટી પડ્યા હતા.શાળાના મકાનનુ ધાબુ ગમે ત્યારે તુટી પડે તેવો ઘાટ છે આવા જર્જરીત મકાનની હાલત હોવા છતાં બાળકો ભણવા મજબૂરમજબુર બન્યા છે ત્યારે શાળાનો વિડિઓ વાયરલ થયો હતો આ બાબતે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામા આવે તે જરૂરી છે





