GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ભાજપ સંગઠન દ્વારા નેશનલ હેરાલ્ડ મામલે રાહુલ ગાંધીનો વિરોધ કરીને પ્રદર્શન કરવામાં આવ્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૪.૨૦૨૫

નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે. જેમાં ઈડીએ ગાળિયો કસતાં મની લોન્ડ્રિંગ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ તરફથી દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. ઈડીએ બંને નેતાઓને મની લોન્ડ્રિંગ મામલે આરોપી બનાવ્યા છે.ત્યારે દેશભરમાં ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈ આજે શુક્રવારના રોજ હાલોલ શહેરના બસ્ટેન્ડ પોલીસ ચોકી પાસે ભાજપ સંગઠન દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પૂતળા દહન કરીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું,જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, ઉપ પ્રમુખ સંજયભાઈ પટેલ,હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો,પાલિકાના ના સભ્યો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!