સંતરામપુર નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોવા ની લોકચર્ચાઓ.

સંતરામપુર નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોવા ને લોક ચર્ચા.
અમીન કોઠારી મહીસાગર
રસ્તામાં આવતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નગરપાલિકાના અલગ અલગ વ્યક્તિ મુજબ અલગ અલગ માપ રખાતા હોવાથી લોક ચર્ચા.
હાલમાં ટોક ઓફ ધ ટાઉન એક જ વાત ચર્ચામાં ચાલે છે કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનથી શરૂ કરીને ગોધરા ભાગોળ ચાર રસ્તા સુધીનો જે મુખ્ય માર્ગ છે તેની પહોળો કરવાની કામગીરીમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં પણ અમુક અંશે નગરપાલિકા દ્વારા રસ્તા ના મુખ્ય સેન્ટરથી શરૂ કરીને લોકોના ઘર સુધીનું જે માપ છે તેમાં ખૂબ જ ભેદભાવ ભરી નીતી અપનાવવામાં આવી રહી હોવાનું લોકોમાં જોરથી ચર્ચા ચાલી રહી છે..
લોકોનો આક્ષેપ છે કે સંતરામપુર નગરપાલિકા દ્વારા આખો ઉનાળો પૂરો થઈ ગયા પછી આ કામગીરી ચોમાસા શરૂ થવાના દિવસોમાં હાથ ધરવા માટેનું શુ આયોજન હોઈ શકે,???
અને એ રસ્તો
પહોળો કરવામાં આવતા ગેરકાયદેસર દવાણુ દૂર કરવામાં કોને અને કોની મિલકતોને બચાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે કોઈ રાજકીય ગોડ ફાધરના ઈશારે કામ કરવામાં આવતું હોવાનું સ્થાનિક રહીશોમાં લોકમુખે જોર સોર થી ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘણા લાંબા સમયથી ગોધરા ભાગોળ ચોકડી થી શરૂ કરીને જિલ્લા શિક્ષણ ભવન સુધીનો રસ્તો જે માર્ગીય અને પોળો કરવાની યોજનાને સંપૂર્ણ રૂપે મંજૂર કરીને તેને નવીન બનાવવા માટેનું રૂપ આપી દેવામાં આવ્યું છે. ચાલુ સાલે આ રસ્તાને કોઈપણ સંજોગોમાં પહોળો બનાવીને વિકાસ માર્ગ બનાવવાનો જે હેતુ છે તેને સિદ્ધ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર નગરપાલિકા ના વહીવટદાર સમયમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર બનાવવા નું ટેન્ડર મંજૂર થયું હતું એ કેન્દ્રના ભાગરૂપે છેલ્લા એક વીકથી કારગીલ પેટ્રોલ પંપ ની સામે આરસીસીના મોટા ભોળા જમીન ખોદીને નાખવાનો જે કામ ચાલે છે તેમાં માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના મનસ્વી રીતે કામ કરતું હોવાનું લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે..
લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા મૂકવામાં આવેલા લોકો પ્રજાની કોઈપણ પ્રકારની વાત સાંભળતા નથી અને તેમને જે ઠીક લાગે તે મુજબ જેસીબી થી સંપૂર્ણ જમીન ખોદી નાખે છે અને માટીના મોટા મોટા ઢગલાઓને રોડ પર મૂકીને જતા રહેશે તેને સંપૂર્ણ રીતે ડફણ કરતા નથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતી પીવાના પાણી ની પાઇપ લાઈન તેમને બે રોકટોક હેઠળ તોડી નાખતા આજુબાજુના સ્થાનિક રહીશો તેમજ સોસાયટીના રહીશોને ભર ઉનાળામાં પીવાના પાણીની ખૂબ જ તકલીફ ઉઠાવી પડી હતી જે કેટલે અંશે વ્યાજબી ગણાય???
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આ જેસીબી મશીન દ્વારા સોસાયટીના આગળનો મુખ્ય માર્ગ તોડી નાખ્યા પછી તેને સુવ્યવસ્થિત રીતે માટી થી દાબીને અને ઉપર આરસીસી કામ કરવાનું બાકી રાખેલ છે જેના લીધે મોહમ્મદી સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલી વેચવી પડે છે.
વોર્ડ નંબર ત્રણમાં ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા પણ આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે તે માટે ફરજ ઉપર કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર તથા તેના કામદારોને પણ મૌખિક રીતે કહેવામાં આવ્યું હોવા છતાં પણ યોગ્ય કામગીરી કરાવતી નથી હાલમાં માટીના મોટા મોટા ઢગલાઓ રોડ ઉપર જેમતેમ નાખી દીધેલા હોય આ રોડ ઉપરની સુખી માટે હવા દ્વારા ફેલાય છે અને એનાથી આજુબાજુ ના રહીશોના ઘરોમાં આંખોમાં અને મોટરસાયકલ કે બીજા વાહન ચલાવનારને ખૂબ જ તકલીફ પડે છે જે બાબતે સંતરામપુર ચીફ ઓફિસર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામે છે.



