NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ૦૮ હજારથી વધુ આંખો આવવાના કેસ

નર્મદા જિલ્લામાં ૦૮ હજારથી વધુ આંખો આવવાના કેસ

સમગ્ર રાજ્યભરમાં ફેલાયો છે વાઇરલ કંજકટીવાઇટીસ, નર્મદા જિલ્લામાં પણ ઘણા કેસ

રાજપીપળા : જુનેદ ખત્રી

વાઇરલ કંજકટીવાઇટીસ એટલેકે અપડી દેશી ભાષામાં આંખો આવવી જેનાથી હાલ નર્મદા જીલ્લામા ઘણા લોકો ઇન્ફેક્ટેડ છે ત્યારે આંખો આવે ત્યારે લોકોમાં ઘણી ગેરસમજ જોવા મળે છે ત્યારે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી જનક કુમાર માઢક દ્વારા જરૂરી ખુલાસા કરવામાં આવ્યા છે અને લોકોમાં જોવા મળતી ગેરસમજ દૂર કરી સાચી હકીકત જાણવામાં આવી છે

નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી જનક કુમાર માઢક દ્વારા જણાવાયું છે કે ઈન્ફેક્ટેડ વ્યક્તિની આંખોમાં જોવાથી આ રોગ ફેલાતો નથી સાચા અર્થમાં આ રોગ સ્પર્શ થી ફેલાય છે સામાન્ય રીતે લોકોમાં ગેર સમજ જોવા મળે છે કે આંખો આવે તો ચશ્મા પેહેરવા આંખોમાં જોવું નહીં વગેરે પરંતુ આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ ઇન્ફેક્ટેડ આંખો માં સ્પર્શ કરી જો બીજે આ હાથ લાગે ત્યારે આઈ ઇન્ફેક્શન ફેલાતું હોય છે ઇન્ફેક્ટિવ વ્યક્તિનો રૂમાલ વગેરે ઉપયોગ કરેલી વસ્તુ બીજો વ્યક્તિ ઉપયોગ કરે ત્યારે આ રોગ ફેલાતો હોય છે

આખો આવવાની બીમારીને પહોંચી વળવા માટે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મુખ્ય દવાખાનાથી લઈ પીએચસી સેન્ટરો સુધી આંખના ટીપાંની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ઉપરાંત લોકોને આ રોગ અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે

અત્યારે નર્મદા જિલ્લામાં આશરે ૦૮ હજાર જેટલા લોકો કનજેકટીવઆઈટીસ થી સંક્રમિત છે ત્યારે તેનાથી બચવા માટે વ્યક્તિગત હાઈજીન સાચવવું એ અગત્યની બાબત છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!