AHAVADANG

ડાંગ: શબરીધામ મંદિર ખાતે સફાઇ અભિયાન કાર્યક્રમમાં કનુભાઈ દેસાઈ અને નાયબ દંડક વિજયભાઈ જોડાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગગુજરાત રાજ્યના વિવિધ *યાત્રાધામોના વિશેષ સફાઇ અભિયાન કાર્યક્રમ* અંતર્ગત રાજ્યના મંત્રીશ્રીઓ દ્વારા યાત્રાધામો  ખાતે  સફાઇ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ શબરીધામ ખાતે પણ નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતની વિશેષ સફાઇ અભિયાનનો કાર્યક્રમ યોજી, મંદિર પરિસરમા સફાઈ હાથ ધરવામા આવી  હતી.ભારત દેશ વૈવિધ્યપૂર્ણ સાંસ્કુતિક વારસો ધરાવે છે. ત્યારે પવિત્ર યાત્રાધામોની સ્વછતા, પવિત્રતા, અને ચોક્કસાઈ જાળવી રાખવી જરૂરી છે, તેમ નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ યાત્રાધામના વિશેષ સફાઇ અભિયાન પ્રસંગે જણાવ્યુ હતુ.

દેશમા સૌ પ્રથમવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વછતા અભિયાનની શરૂઆત કરી છે. જે બાદ દેશ સ્વચ્છતા તરફ પ્રેરાયો છે. લોકોની પ્રાથમિક જરૂરિયાત શૌચાલય માટેની દેશમા સૌ પ્રથમવાર પહેલ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. વડાપ્રધાનશ્રીએ આરોગ્ય, તેમજ મહિલાઓના સશક્તિકરણ ક્ષેત્રે પણ અનેક યોજનાઓ અમલમા મૂકી છે, તેમ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ વધુમા જણાવ્યુ હતુ.

સ્વછતાની શરૂઆત સ્વયંથી કરવી જરૂરી છે, તેમ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ. આપણુ ગામ, મંદિર પરિસર તેમજ સાર્વજનિક જગ્યાઓની સ્વછતા માટેનો સંકલ્પ લેવા પણ તેમણે સૌને અપીલ કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામો ખાતે સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો તે બદલ સાંસદશ્રી ડો.કે.સી.પટેલે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત વ્યક્ત કરી હતી.

સુબિર તાલુકાના સુપ્રસિદ્ધ આસ્થા કેન્દ્ર એવા શબરીધામ ખાતે યોજાયેલા સફાઇ અભિયાનમા શ્રી શબરી ધામના ટ્રસ્ટી શ્રી ચિંતુભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત, મહામંત્રી શ્રી હરીરામ સાંવત, જિલ્લા/તાલુકાના પદાધિકારીઓ, સરંપચો, ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયાડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી, ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહજી ચાવડા, સુબિર મામલતદાર શ્રી વી.બી.દરજી, તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિજય દેશમુખ, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નરેદ્ર ઠાકરે સહિત સંબંધિત અધિકારીઓ, શબરીધામ ટ્રસ્ટનાના કાર્યકરો તેમજ મોટી સંખ્યામા સ્થાનિકો વિગેરે ઉપસ્થિત રહી યાત્રાધામના સફાઇ કાર્યમા જોડાયા હતા.

સફાઈ અભિયાન બાદ નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ સુબીર તાલુકાના જારસોળ ગામે ડેમની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ પીવાના પાણી તેમજ ખેતી લાયક પાણી અંગે સમીક્ષા કરી હતી. જારસોળ ગામના ડેમથી કુલ 18 ગામડાઓને પાણી મળી રહે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!